Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગારીયાધાર પંથકમાં તીડના ઝુંડે બાજરા મગફળી પાકને ભારે નુકશાન પહોંચાડયું

તીડના વ્યાપક આક્રમણથી જગતનો તાત ભારે ચિંતિત બન્યો

ગારીયાધાર તા.ર૩: ગારીયાધાર શહેર અને આજુબાજુના છેલ્લા બે દિવસથી તીડનો ઠેર-ઠેર ઝુંડમાં ત્રાટકતા વ્યાપક પ્રમાણમાં પાકને નુકશાની થવા પામી છે.

ગારીયાધાર શહેર ઉપરાંત વેળાવદર, સુરભિવાસ, ફાચરીયા, માંગુકા, નાની વાવડી અને મોટા ચારોડિયા ગામો સહિતમાં વ્યાપક પ્રમાણમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. જેમાં તીડના કારણે ખેડુતોના ઉભેલા બાજરો, મગફળી અને નિરણના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકશાની જોવા મળી હતી.

જયારે આ બાબતે તાલુકા પંચાયતના  વિસ્તરણ અધિકારી સુરેશભાઇ મકવાણાને જાણ થતા તેમના દ્વારા તમામ ખેડૂતોના પંચરોજકામ કરવામાં આવ્યા હતા.

(12:13 pm IST)