Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વેરાવલ પંથકમાં બાજરાની કાપણી

 પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાજરાની કાપણી પૂરજોશમાં થઇ રહેલ છે. આ બાબતે પ્રગતિશીલ ખેડુત રામસીંગભાઇ ચૂડાસમા (નાવદ્રા)એ જણાવેલ કે આ વિસ્તારમાં આ વર્ષ પાણી હોવાનું કારણે બાજરાનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ અને તેની કાપણીની કામગીરી પણ જોરદાર ચાલી રહેલ છે. અત્યારે બાજરાના સારા ભાવો મળવાને કારણે ખેડૂતોમાં બાજરાનું વાવેતર વધી રહેલ છે. ખેતરોમાં બાજરાનાં પાક તસ્વીરમાં લહેરાતો નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(12:12 pm IST)