Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

હળવદ માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

હળવદ,તા.૨૩: હાલ ની લોકડાઉનની પરીસ્થીતીમા ખેડુતોને પોતાની ઉપજ ના પુરતા ભાવ મળતા ન હોવાના લીધે ઉપજ નું સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામા આવે તેવી માંગ ઉઠી હતી અને થોડા સમય પહેલા જઙ્ગ હળવદઙ્ગ ના ધારાસભ્ય પુરૂસોતમભાઈ સાબરીયા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રજનીભાઈ સંઘાણી સહીતના આગેવાનો એ કૃષી મંત્રી આર.સી.ફળદુને પત્ર પાઠવીને ચણાની ખરીદી માટે સેન્ટર શરૂ કરવા રજુઆત કરી હતી. દરમ્યાન ગુજકોમાસલ દ્વારા રૂપિયા ૯૭૫ના ટેકાના ભાવે નોંધાયેલા ખેડુતોના ચણાની ખરીદી હળવદ માર્કેટ યાર્ડ ખાતે હળવદ તાલુકા ખરીદ-વેચાણ સંઘ દ્વારા સેન્ટર શરૂ કરી ચાલુ કરવામાં આવી છે. ગુજકોમાસલના નિયમો મુજબ ટેકાના ભાવ સાથે સામાજીક અંતર જળવાઈ રહે એઙ્ગ રીતે ચણાની ખરીદી શરૂ કરી દેવામા આવેલ છે.જેમા નોંધાયેલા ૧૪૦૧ ખેડુતોમાથી શરૂઆતના પ્રથમ બે દીવસમા ૮૦ ખેડુતોને બોલાવવામા આવેલ છે અને પ્રથમ દીવસે ૧૪.૩૦૦ તેમજ બીજા દીવસે ૪૫.૯૫૦ મેટ્રીક ટનની ચણાની આવક થઇ હતી અને બાકી રહેલા ખેડુતોનો સંપર્ક કરી દરરોજ બોલાવી ખરીદી કાર્ય ચાલુ છે.ઙ્ગ અલગ અલગઙ્ગ ગામથી ચણા લઈને આવેલઙ્ગ ખેડુતોએ ચણાની ખરીદીની પ્રક્રીયા તેમજ ટેકાના ભાવ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

(12:09 pm IST)