Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

લાઠી તાલુકાના છભાડીયા ગામે ચાલતા નરેગા યોજનાના રાહત કાર્યની મુલાકાત લેતા ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર

દામનગર,તા.૨૩: લાઠી તાલુકા માં ચાલતા નરેગા યોજનાના રિલીફ કાર્ય ની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના જીતુભાઇ વાળા, આંબાભાઈ કકડીયા, લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલીયા, દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા, મહિપતબાપુ, તુલશીભાઈ કાત્રોડીયા, ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રીઓ સહિત ના અગ્રણી ઓ એ લાઠી તાલુકા માં યુપીએ સરકારમાં બંધારણીય સુધારો કરી ફરજીયાતઙ્ગ સો દિવસ રોજગાર ની ગેરિટી આપતી યોજના નરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય દ્વારા ૯૦૦ થી વધુ શ્રમિકો ની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે રાહત કાર્ય ના શ્રમિકો ની મુલાકાતો લીધી શ્રમિકો ના પ્રશ્નો સાંભળ્યા હતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિતના ઓ પાસે થી શ્રમિકોને આપતી રોજગારી અને પીવાના પાણી સહિત કામના કલાકો નાણાંની ચુકવણી સહિતની વિગતો મેળવી હતી લાઠી તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમજીવી પરિવારો નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુ એ જયાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારો માં રિલીફ કર્યો શરૂ કરવા સરકારમાં વધુ દિવસો શ્રમિકો રોજગારી મેળવી શકે શ્રમિકોને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી નરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંધજીની દુરંદેશી થી દાખલ થયેલ યોજના થી હજારો શ્રમિકોને રોજગાર કપરા કાળ માં આશીર્વાદ રૂપ બની રહ્યા છે આ રોજગાર તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં સારી રીતે ચાલે વધુ લોકો ને રોજગારી મળે તે માટે તાલુકાના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિતના અગ્રણીઓએ સ્થળ વિઝીટ કરી હતી

(12:07 pm IST)
  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST

  • રાજયમાં લોકડાઉન-૪માં આંશિક રાહતથી રોજગારી શરૂ : રાજયના ૩ લાખ ઉદ્યોગો ધમધમતા થયાઃ રપ લાખની રોજગારી શરૂ : અશ્વિનકુમારની જાહેરાત access_time 5:25 pm IST

  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST