Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના સામેની લડતમાં સતત ર મહિનાથી ફરજ પર ભાવનગર જિલ્લાના સિહોરના મેડીકલ ઓફીસર ડો.આરતી બસીયા

ર વર્ષના સંતાનની સાથે સિહોરની નાગરિકોની પણ કાળજી લઇ રહ્યા છે ડો.આરતી

ભાવનગર તા.૨૩ : કોરોના મહામારીથી લોકોને બચાવવામાં આરોગ્ય વિભાગની કામગીરી ર૪ કલાક ચાલી રહી છે.પોતાના જીવના જોખમે સતત શંકાસ્પદ,કોરોના સંક્રમીત વ્યકિતઓની સારવાર,કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી આ કપરા દિવસોમાં આરોગ્ય કર્મીઓ ખરા કોરોના વોરીયર્સ સાબીત થઇ રહ્યા છે.ઙ્ગ

સિહોરના આવા જ એક કોરોના વોરિયર્સ છે ડો.આરતી બસિયા.

ડો.આરતી બસિયા મેડીકલ ઓફિસર તરીકે સિહોર તાલુકામાં ફરજ બજાવે છે. તેમણે આ બે મહિના દરમિયાન સિહોરમા આરોગ્યને લગતી તમામ કામગીરી ખુબ નિષ્ઠાપૂર્વક કરી કોરોના સામેના જંગમાં પોતાની કાર્યદક્ષતા દર્શાવી છે. ડો.આરતી કહે છે, સિહોરમાં જયારે કોરોનાના કેસ આવવાના શરૂ થયા ત્યારે શરૂઆત થીજ કોરોના સંક્રમણને અટકાવવા સંક્રમિત વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરેલ ત્યાર બાદ લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી પણ હાથ ધરી આરોગ્યને લગતી તમામ કામગીરી કરવામાં આવી. શિહોરમાં એકસામટા પોઝીટીવ કેસ નોંદ્યાયા ત્યારે ત્યા કામ કરતા ડર ન લાગ્યો?ત્યારે એ વિશે તેમણે કહ્યુ, આ કામ આપણુ છે. આપણે નહિ કરીએ તો કોણ કરશે.?

આ કામગીરી દરમિયાન મને સૈાથી વદ્યુ ચિંતા મારા ૨ વર્ષના બાળકની હતી. ખાસ કરીને શિહોરમાં પોઝીટીવ કેસ નોંદ્યાયો ત્યારથી કામ કરવું જોખમ ભર્યુ હતુ.પરંતુ જેટલો મારો પરિવાર મહત્વ નો છે એટલો જ અન્યનો પરિવાર અને જીવ મહત્ત્વ નો છે.ત્યારે ભગવાન સૌની રક્ષા કરશે એમ માની અમે કોરોના સામે લડવા મેદાને ઉતરી ગયા.

ઉલ્લેખનીય છે કે ડો.આરતી બસિયા તેના પતિ અને ૨ વર્ષના બાળક સાથે સિહોરમાં પોતાના વતન અમરેલીથી દૂર રહે છે. તેમણે લોકડાઉન જાહેર થયુ ત્યારથી લઈ આજદિન સુધી એક પણ રજા લીધી નથી.સતત સિહોર કોરોનામુકત કઇ રીતે બને તે માટે લીધેલા પગલાં અને કામગીરી માટે ડો.આરતીએ કોરોના વોરીયર્સ તરીકે પોતાની જાતને પુરવાર કરી તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.

(12:06 pm IST)
  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST

  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST