Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વિંછીયાના મોઢુકામાં જુગાર રમતા ૭ ઝડપાયા

ભુપત મીઠાપરા, ભોળા સરવૈયા, રાજુ તાવીયા, ઘનશ્યામ ડાભી,અરવિંદ તલસાણીયા, મહેશ તાવીયા અને રમેશ ચારોલીયાની ધરપકડ

રાજકોટ,તા.૨૩: વિંછીયાના મોઢુકા ગામ પાસે નદીના કાંઠે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વિંછીયા પોલીસ મથકના એએસઆઇ હમીરભાઇ ખીમસુરીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે મોઢુકા ગામ પાસે દરોડો પાડી નદીના કાંઠે જુગાર રમતા ભુપત વશરામભાઇ મીઠાપરા (ઉવ.૪૦), ભોળા વશરામભાઇ સરવૈયા (ઉવ.૩૩), રાજુ રૈયાભાઇ તાવીયા (ઉવ.૨૫) ઘનશ્યામ લીંબાભાઇ ડાભી (ઉવ.૨૯), અરવિંદ ભનાભાઇ તલસાણીયા (ઉવ.૩૦), મહેશ કુરજીભાઇ તાવીયા (ઉવ.૨૮) અને રમેશ પ્રેમજીભાઇ ચારોલીયા (ઉવ.૩૫)ને પકડી લઇ રૂ.૬૧,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(12:05 pm IST)