Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઇફતારી યોજાઇઃ રોઝેદારોને ઘરે ફુડ પેકેટ મોકલ્યા

મોરબી,તા.૨૩: મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસમાં રોજા રાખતા મુસ્લિમ બિરાદરોને રોજા ઇફતાર કરાવી મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ નામની સંસ્થાએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકડાઉનની સ્થિતિમાં ૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને રોઝાદારોને પહોંચાડ્યા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપ પરંપરા અનુસારઙ્ગ રમઝાન માસ નિમિત્ત્।ે કોરોના મહામારી ની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સાવચેતીપૂર્વક મોરબી શહેર વિસ્તારોમાં અંદાજિત ૫૦૦ પરિવાર ફ્રૂટ સાથેનું ભોજન પાર્સલ દ્યરે દ્યરે જઇને (પોતપોતાના દ્યરે રહીને જ ) રોઝાદારો બિરાદરોને રોજા ઈફતાર કરાવી (છોડાવીને) ખુદાની બંદગી કરી તથા જરૂરિયાતમંદ ભાઈઓ ને અનાજ ની ૨૦૦ કીટ વિતરણ કરી સંસ્કૃતિ અનુરૂપ વિવિધતામાં એકતા દર્શાવી સર્વ ધર્મ સમભાવની ભાવના પ્રગટ કરી હતી.

(12:00 pm IST)