Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દેવભૂમિ જિલ્લાના મુખવાસર ગામના હત્યા કેસના ચારેય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

DYSP ચૌધરીએ જાતે તપાસ આરંભી ર૪ કલાક પહેલા જ આરોપીને ઝડપી ગુન્હાનો ભેદ ઉકલ્યો

ખંભાળિયા, તા. ર૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના મુળાસર ગામે ગત રાત્રિના એક વાઘેર યુવાનની હત્યા થઇ હતી. અગાઉના છોકરી બાબતે વાંધાઓ અંગે દિનેશના નાગશીભા વાઘેરને છાતીમાં છરીઓની આંતરડા બહાર કાઢી નાખી હત્યા કરી હતી.

આ ચકચારી બનાવના ચારેય આરોપીઓ કરસનભા જેલાભા ભઠડ, કાપાતા ઘાભાભાઇ ભઠડ, અર્જુનતા કરસનભા ભઠડ તથા વેજાતા ખેંગારભા ભઠડની દ્વારકા પી.આઇ. શ્રી વાગડીયાએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનો બનાવ બનતાની સાથે રાત્રે જ ખંભાળિયા ડી.વાય.એસ.પી. હિરેન ચૌધરી દ્વારકા મુખવાસર દોડી ગયા હતા તથા ઘટના સ્થળની જાત તપાસ કરી હતી તે પછી બીજા દિવસે પણ સતત મુલાકાત લઇને તપાસ કરીને પ્રથમ બે અને પછી બે મળીને તપાસ ચારેય આરોપીઓને બનાવના ર૪ કલાક  થાય તે પહેલા ધરપકડ કરાવી હતી ચાર પૈકી એક હોસ્પિટલમાં દાખલ હતો ત્યાંથી તેની ધરપકડ થઇ હતી.

ર૪ કલાક પહેલા હત્યા જેવા બનાવમાં આરોપી પકડાતા પોલસની કામગીરી પ્રશંસનીય બની છે.

(11:53 am IST)