Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મીઠાપુર સુરજકરાડીમાં પાન-માવાની દુકાનો ખુલતા જ લાંબી કતારોલાગી

મીઠાપુર તા. ર૩ : તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા પાન-માવાની દુકાનોને ખોલવાની છુટ આપતાની સાથેજ વ્યસનીઓને તો જાણે ખજાનો હાથ લાગી ગયો હોય તેમ વહેલી સવારથીજ પાન-માવાની દુકાનો પર પોતપોતાનો જથ્થો મેળવવા માટે પડાપડી શરૂ કરી દીધી હતી. તેથી અમુક હોલસેલ વેપારીઓને તો તાત્કાલીક પોતાની દુકાનો બંધ કરી દેવી પડી હતી. ત્યારબાદ વેપારી આગેવાનો દ્વારા પોલીસને રજુઆત કરતા મીઠાપુર પીઆઇ, શ્રી એસ.ડી.ડાંગર દ્વારા પોતાના સ્ટાફની મદદથી હોલસેલ વેપારીઓની દુકાનો પર બંદોબસ્ત રાખી અને પુરેપુરી રીતે સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતે વ્યવસ્થા જાળવી માલનુ વિતરણ કરાવવામાં આવ્યું હતું. આ સાથે હજુ બધાજ પાન, બીડીના વેપારીઓ પોતાની દુકાનો ખોલતા ના હોય આવી અવ્યવસ્થા થતી હોય તેવુ લાગી રહ્યું છે. અને લોકોના મનમાં પણ આવા વેપારીઓ દુકાન ખોલવાની છુટ હોવા છતા પણ દુકાનો ના ખોલતા હોય તેથી કાળાબજાર કરી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છ.ે (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:51 am IST)