Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગોંડલમાં એસ. ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતઃ વીજ પોલ તુટી ગયો

ગોંડલ : લોકડાઉનના પગલે હાઇવે સુમસામ રહ્યા બાદ હાલ થોડી રાહત મળી છે. ત્યાં જ વાહન અકસ્માતોની ઘટનાઓ બહાર આવી રહી છે. ગોંડલના ઉમવાડા રોડ પર એસ. ટી. બસ નં. જીજે-ઝેડ-૧૮-૩૮૩૯ અને જીજે-૩-બીએ-પ૪૦૧ નંબરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. અકસ્માતમાં વિજપોલ તુટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ બસના ડ્રાઇવર અને કંડકટર દ્વારા બસમાં બેઠેલા મુસાફરોને અન્ય રૂટની બસમાં બેસાડયા હતાં. જેમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો. આ અંગે બસના મુસાફરી ડેપો મેનેજરને ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી છે.  (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય -ગોંડલ)

(11:50 am IST)
  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST

  • રાજયમાં લોકડાઉન-૪માં આંશિક રાહતથી રોજગારી શરૂ : રાજયના ૩ લાખ ઉદ્યોગો ધમધમતા થયાઃ રપ લાખની રોજગારી શરૂ : અશ્વિનકુમારની જાહેરાત access_time 5:25 pm IST

  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST