Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

જસદણમાં છાત્રાલયની જમીનના વિવાદમાં સરા જાહેર યુવકની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા.૨૩: જસદણ ગામમાં આવેલ ધુધલ છાત્રાલયની જમીન બાબતે મહિનાઓથી ચાલતા વિવાદમાં ફેબ્રઆરી માસમાં જસદણની બજારમાં થયેલ હત્યાના બનાવમાં આરોપી અનીલ ઉર્ફે ડી મનુભાઈ મકવાણાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ ફરીયાદની હકીકત એવી છે કે, જસદણમાં આવેલ ધુધલ છાત્રાલયની કિંમતી જમીન બાબતે ચાલતા વિવાદના સમાધાન માટે ગત તા. ૧૩/૦૨/૨૦૨૦ ના રોજ જસદણમાં આવેલ 'બાપા સીતારામ' ના ઓટા પાસે આ કામનો મરણજનાર કિરણ ઉફે જીનીયો રમેશભાઈ પરમાર તથા તેના મિત્રો જયદિપ અનીલભાઈ પરમાર, સંજય ભીમજીભાઈ ચૌહાણ, દિપક અશોકભાઈ પરમાર અને આ કામના આરોપીઓ (૧) કિરણ ભીખાભાઈ મકવાણા (૨) અનીલ ઉફે ડી. મનુભાઈ મકવાણા તથા (૩) સંજય લખુભાઈ મકવાણા રહે. બધા જસદણવાળા ભેગા થયેલા અને જમીન બાબતેની વાતચીત ઉગ્ર  બની જતાં આરોપીઓએ ગજરનાર તથા તેના મિત્રો ઉપર જીવલેણ હમલો કરેલ જેમાં કિરણ ઉફે જીનીયો રમેશભાઈ પરમાર રહે. જસદણવાળાનેં છરીના ઘા લાગવાથી મૃત્ય નીપજેલ હત તેમજ અન્ય હાજર વ્યકિતઓને પણ ઈજા થયેલ હતી અને હુમલો કરી આરોપીઓ ત્યાંથી નાસી ગયેલ હતા જે મતલબની એફ.આઈ.આર ગજરનારના પિતા રમેશભાઈ ગોરધનભાઈ પરમારે જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

એફ.આઈ.આર. નોંધાતા જસદણ પોલીસ દારા તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરતા આરોપી અનીલ ઉર્ફે ડી મનુભાઈ મકવાણાએ તેના એડવોકેટ તૃષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મકત થવા અરજી દાખલ કરી હતી.

 બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે સેસન્સ અદાલતે પોતાના ચકાદામાં બચાવપક્ષ દ્વારા થયેલ દલીલો માન્ય રાખી નોંઘ્ય હતં કે અદાલતે પણ બચાવ પક્ષની વિનંતીથી ઓનલાઈન એફ.આઈ.આર. ડાઉનલોડ કરીને વંચાણે લીધેલ છે અને તે એફ.આઈ.આર. તથા ચાર્જશીટ સાથે રજ થયેલ એફ.આઈ.આર.માં પ્રથમ દ્રષ્ટિએ ભિન્નતા જણાય છે તેમજ અરજદારે જે દાર્શનીક સાહેદને બનાવમાં ઈજા કર્યાનું પોલીસનું કથન છે તેને સમર્થન કરતા કોઈ તબીબી પૂરાવાઓ પોલીસ પેપર્સ સાથે રજૂ થયેલ નથી તેમજ બનાવ સમયે ચાર વ્યકિતઓ દાર્શનીક સાહેદ તરીકે હાજર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવતા હોવા છતાં તેવા કોઈપણ વ્યકિત દારા બનાવના નવ કલાક સુધી હુમલો કરનાર કોઈ વ્યકિતઓના નામ પોલીસ, ડોકટર કે હાજર એકઝીકયટીવ મેજીસ્ટ્રેટને આપવામાં આવેલ નથી જે તમામ પાસાઓ નેકલક્ષ રાખતા અરજદાર/આરોપીને રાજકોટની જિલ્લાની હદ ન છોડવા અને નિયમીત પોલીસ સ્ટેશનમાં હાજરી પરાવાની શરતોને આધીન જામીન પર મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી અનીલ ઉર્ફે ડી મનુભાઈ મકવાણા વતી રાજકોટના એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, ક્રિષ્ના ગોર, અંશ ભારદ્વાજ, હર્ષ ભીમાણી રોકાયેલ હતા.

(11:48 am IST)