Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

નાનકડા ભચાઉમાં પાન માવા ફાકીનો વ્યાપાર ૬ કલાકમાં અડધા કરોડને પાર

વ્યસનનો રંગઃ નાનકડા ભચાઉ શહેરમાં તમાકુ, ફાકી, બીડી, સિગારેટ વેંચાયાઃ લોકોની લાંબી લાંબી લાઈનો વચ્ચે કલાકે ૧૦ લાખનો વેપાર!!

ભુજ,તા.૨૩: આર્થિક મંદી અને લોકોની ખરીદ શકિત ઘટશે તેવી ચર્ચા વચ્ચે માત્ર સવા લાખની વસ્તી ધરાવતા નાનકડા એવા ભચાઉ શહેરમાં તમાકુ પ્રોડકટના વેંચાણનો આંકડો ગઈકાલે અડધા કરોડને પાર કરી ગયો હતો.

જોકે, લોકડાઉનના લાંબા સમય બાદ આ તમાકુ પ્રોડકટની દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી. ભચાઉમાં ડીવાયએસપી કે.જી. ઝાલા અને મહિલા પીએસઆઇ રાઠોડ દ્વારા સદ્દભાવના ગ્રાઉન્ડ મધ્યે ગોઠવાયેલી વેચાણ વ્યવસ્થામાં ૬ કલાકમાં ૬૦ લાખ રૂપિયાની તમાકુની વિવિધ પ્રોડકટો બીડી, સિગારેટ, પાન મસાલા, ફાકી અને તમાકુનું વેચાણ થયું હતું.

અડધા કરોડને પાર પહોંચેલા આ વેચાણની આંકડો કલાકે દસ લાખ રૂપિયાને પાર કરી ગયો હતો. અનાજ માટેની રેશનિંગની દુકાનોની લાઈનોમાં ઊભા રહેવામાં સંકોચ અનુભવતા લોકો અહીં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા.

(11:45 am IST)