Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સુરેન્દ્રનગરમાં કવોરન્ટાઇનના નામ લખાવવા મામલે બઘડાટીઃ ત્રણને ઇજા

બોટાદથી પત્નિ આફરીનને લઇ સાસુ ફરઝાનાબેનને ત્યાં ઇદ કરવા આવેલા દર્શન દવે સહિતની આરોગ્ય કર્મચારીઓ નોંધ કરવા આવ્યા ત્યારે યુનુસભાઇએ ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૩: સુરેન્દ્રનગર ડંકીવાળી  શેરી જીલ્લા પંચાયત સામે રહેતાં ફરઝાનાબેન રહિમભાઇ પઠાણ (ઉ.૪૩) પર પડોશી યુનુસભાઇ સહિતનાએ પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વચ્ચે પડેલા તેના દિકરી આફરીન તથા જમાઇ દર્શન રમેશભાઇ દવેને પણ ઇજા થઇ હતી.જમાઇ દર્શનના કહેવા મુજબ તેણે લોકડાઉનના થોડા દિવસ પહેલા જ ફરઝાનાબેનની દિકરી આફરીન સાથે લવમેરેજ કર્યા છે. રમઝાન ઇદ કરવા પોતે પત્નિ આફરીનને લઇને સાસુ ફરઝાનાબેનના ઘરે આવ્યા હતાં. બહારગામથી આવ્યા હોઇ આરોગ્ય કર્મચારીઓ કવોરન્ટાઇન માટે નામ નોંધણી કરવા આવ્યા હતાં. આ વખતે પડોશી યુનુસભાઇએ આવી નામ લખાવતી વખતે વચ્ચે-વચ્ચે બોલતાં ફરઝાનાબેને તમે શું કામ વચ્ચે બોલો છો, નામ અમે લખાવી દઇશું તેમ કહેતાં તેના સહિતનાએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. તેમ દર્શન દવેએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:38 am IST)