Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ખાંભાના ભુંડણી ગામના ભાભલુભા વાળાએ ફુલઝર ગામે ઝેરી દવા પીધી

જમીનના ડખ્ખામાં ભત્રીજા સાથે ચડભડ થતાં પગલું

રાજકોટ તા. ૨૨: ખાંભાના ભુંડણી ગામે રહેતાં ભાભલુભા બાપુભા વાળા (ઉ.વ.૭૨) બાબરાના ફુલઝર ગામે ઝેરી દવા પી જતાં સારવાર માટે અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. ભાભલુભાને સંતાનમાં બે પુત્ર છે. ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમના પરિવારજનના કહેવા મુજબ અમારું મુળ ગામ ફુલઝર છે અને ભાયુની સહીયારી જમીન પણ આ ગામમાં જ છે. જમીનના ભાગ બાબતે ભાભલુભાને ભત્રીજા સાથે મનદુઃખ ચાલતું હોઇ પોતે જમીન બાબતે વાત કરવા ફુલઝર ગામે જતાં ભત્રીજાઓએ અહિ નહિ આવવા કહી માથાકુટ કરતાં તેમણે આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)