Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લો કોરોના મુકત : પોઝીટીવ દર્દીઓને રજા

મહામારીમાંથી મુકિત મેળવવામાં સફળતા છતાં પણ સાવચેતી રાખવી પડશે : જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજમેરથી આવેલા બેટ દ્વારકા અને સલાયાના મુસ્લિમ પરિવારોને કોરોના પોઝીટીવ થયેલો. પ્રથમ બેટ દ્વારકાની એક મહિલા અને એક પુરૂષને પછી સલાયાની એક મહીલા તથા એક નાના આંબળાની મહિલા અને તે પછી સાત વ્યકિતઓ સલાયાની અને એક બેટ દ્વારકાની બાળકી મળીને કુલ ૧ર કેસો પોઝીટીવ નીકળ્યા હતાં જેમાં એક જામનગરમાં સારવાર માટે હતાં જયારે ૧૧ ખંભાળીયા હતા.

આયુર્વેદ તથા એલોપેથીની સતત સારવારની સાથે એક પછી એક આ પોઝીટીવ દર્દીઓ પહલા બેટ દ્વારકાનો યુવાન પછી સલાયાની મહિલા પછી બેટ દ્વારકાની માતા-પુત્રી આ જંગમાંથી જીત્યા બાદ આજે બાકી રહેલા સાત વ્યકિતઓ જે સલાયાના મામદ હુસેન ચાંગડા ર૯, હમીર સતાર ચાંગડા ઉ.રર, નોમાન રસીદ થૈયમ ઉ.૮, નાસીર રસીદ થૈયમ ઉ.પ, એમાન ઇસ્લામ થૈયમ, ઉ.૧પ, જમીલા અનવર ચાંગડા ઉ.૩પ તથા મુસ્કાન અનવર ચાંગડા ઉ.૧પ ને ખંભાળીયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને તાળીઓ સાથે ડોકટરો તથા મેડીકલ સ્ટાફે વિદાય આપી હતી તથા તેમને ઘેર કોરેન્ટાઇન કરાયા છે, આમ હવે ખંભાળીયાની કોરોના સ્પે. હોસ્પિટલ ખાતે જીલ્લાનો એકપણ પોઝીટીવ કેસ નથી !! જિલ્લો કોરોના મુકત થયો છે.

જિલ્લા કલેકટરરી ડો. નરેન્દ્ક્ષ્રકુમાર મીનાએ જણાવેલ કે જિલ્લામાં તમામ પોઝીટીવ કેસો સારા થઇ ડિસ્ચાર્જ થયા છે છતાં હાલ રાજય બહાર તથા અન્ય જિલ્લાઓમાં આવનારા લોકોનું પ્રમાણ વધ્યું હોય સલામતીના પગલા તથા ચેકીંગ મેડીકલ તપાસ અર્થે સતત ચાલુ રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા બહારના રેડ ઝોન વિસ્તારમાંથી કોરન્ટાઇન કરવાનું સતત ચાલુ છે. જોકે પ્રથમ વખત સરકારી કોરોન્ટાઇન કરતા હોમ કોરેન્ટાઇન વ્યકિતઓની સંખ્યા વધી છે. હાલ જિલ્લામાં સરકારી કોરન્ટાઇમાં ૮ર૮ તથા હોમ કોરેન્ટાઇનમાં ૯૧૮ વ્યકિતઓ તથા કોરેન્ટાઇનમાં ૯ર મળીને ૧૮૩૮ વ્યકિતઓ કોરેન્ટાઇન થયેલા છે જેમનું આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત ચેકીંગ  પણ થઇ રહ્યું છે.

(11:13 am IST)