Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મહુવામાં દિયરના હાથે ભાભીની હત્યા

અફસાના યુનુસભાઇ ઘાંચીના માથામાં લોખંડનો પાઇપ ફટકારીને ઇલીયાસ ભાસએ મોતને ઘાટ ઉતારી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૩ : ભાવનગર જીલ્લાના મહુવાના ખારા વિસ્તારમાં રહેતા અફસાનાબેન યુનુસભાઇ ઘાંચી ઉ.વ.ર૮ને તેના ઘેર તેના દિયર સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલ દિયર ઇલીયાસ અલારખાભાઇ ભાસએ ભાભી અફસાનાબેનના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારતા ગંભીર ઇજા થતાં તેને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે દિયર ઇલીયાસ અલારખાભાઇ ભાસ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)
  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST

  • અમદાવાદના નિકોલથી આટકોટમાં 2 દિવસ પહેલા રહેવા આવેલા 45 વર્ષના લેઉઆ પટેલ પુરુષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ access_time 10:21 pm IST

  • અમરેલી લોકડાઉનમાં ખેડૂતોએ અપનાવ્યો નવતર પ્રયોગ: કોરોનાથી અને કાળજાળ ગરમીથી બચવા અભરામ પરાના ખેડૂતે બનાવ્યો 15 ફૂટ ઊંચો માચડો :કોરોના અને કાળ જાળ ગરમીથી બચવાનો કમલ નસિતનો નવતર પ્રયોગ access_time 10:24 pm IST