Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોરબીના રેવા પાર્કમાં કોરોના પોઝિટિવ ૬૦ વર્ષના વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૧૨૩ લોકોને હોમ કોરન્ટાઇન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી શહેરમાં બીજો અને જીલ્લામાં ત્રીજો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન કરી તરીકે જાહેર કરીને આરોગ્યની ટીમો દ્વારા રહીશોની તપાસણી કરવામાં આવી રહી છે.

મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ઘાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વૃધ્ધા ગત તા. ૧૮ ના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની ટીમ પહોંચી હતી અને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે

ઉપરાંત આ વિસ્તારને કેંટનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૨ ફલેટ અને ૧૦ મકાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ૧૨૩ લોકોને હોમ કોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે તો આરોગ્ય વિભાગની ૧૦ જેટલી ટીમો રહીશોનું સર્વેક્ષણ કરશે. કોરોના પોઝીટીવ દર્દી વૃદ્ઘ મહિલા અને તેના પતિ એમ બે વ્યકિત ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી જેમાં વૃદ્ઘાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસો લેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.(૨૧.૪)

 

(10:55 am IST)