Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સાવરકુંડલામાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર રાજુ માંગરોળીયાના રિમાન્ડની તજવીજ

અમરેલી - સાવરકુંડલા - રાજુલા તા. ૨૩ : ત્રણ વર્ષની સગીરવયની બાલીકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર દુૅંખદ ઘટનાના આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડીટેકટ દુષ્કર્મના ગુન્હાનો ભેદ અમરેલી જીલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે.

જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરીના માર્ગદર્શન તળે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાડેજા, પો.સ.ઇ. એમ.એ.મોરી અને સા.કુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેકટર આર.આર.વસાવા નાઓની ટીમની સખત જહેમત બાદ અનડીટેકટ ત્રણ વર્ષની બાલીકા ઉપર ગુજારેલ દુષ્કર્મના ગુન્હાનો આરોપી સત્વરે શોધી કાઢી ગુન્હાને ડીટેકટ કરવા આપેલ સુચના તેમજ માર્ગદર્શન મુજબ કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી દુષ્કર્મના દુૅંખદ ગુન્હાને ડીટેકટ કરી ભેદ ઉકેલેલ છે.

આરોપી રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ માંગરોળીયા ઉ.વ.૩૫ રહે.સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસે જી.અમરેલીની ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

સદરહું ગુન્હાને ડીટેકટ કરવા એફ.એસ.એલ. અધિ.શ્રી તેમજ પોલીસ અધિકારીઓ એ ભોગ બનનાર બાળકી તથા તેના મોટા ભાઇને સાંત્વના આપી સાયન્ટીફીક રીતે પુછપરછ કરતા ગુન્હો આચરનાર આરોપી બાઠીયો અને થોડો જાડો એવો તથા થોડી થોડી દાઢી અને મોટા વાળ વાળો તથા ખંભે લાલ કલર જેવો ગમછો રાખેલ, તેવા વ્યકિતનું વર્ણન બતાવતા તેવા વર્ણન વાળા શંકાસ્પદ વ્યકિતઓને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી તે પૈકી ઉપરોકત વર્ણન વાળા ઇસમની યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા તેને ગુન્હો આચરેલાની કબુલાત આપતા જણાવેલ કે પોતે ઘણા સમયથી એકલો રહેતો હોય અને ભોગ બનનારના ઝુપડા પાસે તેની બેઠક હોય અને પોતાની દાનત ખરાબ થતા પોતાનું મનસુબો પાર પાડવા રાત્રીના સમયે ઝુપડામાં સુતેલ બાળકીને ઉપાડી રીક્ષામાં બેસાડી જેસર રોડે અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરેલ ગુન્હાની કબુલાત આપતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. જે ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર આર.આર.વસાવા ચલાવી રહેલ છે.(

(12:49 pm IST)
  • પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનાથી ભારતના વડાપ્રધાન શ્રી મોદી દ્રવિત : એકસો જેટલા નિર્દોષ નાગરિકોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું : ઇજાગ્રસ્તો સાજા થાય તે માટે દુવા માંગી access_time 12:15 pm IST

  • ઉત્તરાખંડના ૧૩માંથી ૧૦ જીલ્લા કોરોનાની હડફેટેઃ પિથૌરાગઢ- રૂદ્રપ્રયાગ-ચંપાવત એ ૩ જીલ્લા ઉપર હવે નજર ન લાગે તો સારૃં: પ્રવાસીઓ બીજા રાજયોમાંથી સતત પાછા ફરી રહયા હોય આ ત્રણ જીલ્લામાં પણ કોરોના ટકોરો કયારે મારશે તે કહી શકાય નહિ access_time 10:29 am IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST