Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પોરબંદરની પ્રજા ભાજપ તરફી જ રહી

ગોંડલના સેવાભાવી રમેશભાઇ ધડુક વિજેતાઃ ધોરાજીના કોંગી ધારાસભ્ય લલીતભાઇ વસોયાની હાર : રમેશભાઇ ધડુક ૧૩૮૧૩ર મતોથી આગળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: પોરબંદર લોકસભા બેઠક વિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશભાઇ લવજીભાઇ ધડુકની મતગણતરીના પ્રારંભથી આગેકુચ રહી છે તેઓ બપોરે ૧ વાગ્યે ૧૭પ૧ર૭ થી આગળ રહ્યાં છે. તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના લલીતભાઇ વસોયાએ ચૂંટણી પહેલા જીતનો દાવો કરેલ પરંતુ તેની સામે રમેશભાઇ ધડુક દોઢ લાખની લીડથી આગળ ચાલી રહેલ છે.

ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક મતગણતરીના પ્રારંભથી રર૪૯રની લીડથી આગળ રહ્યાં હતાં ત્યારબાદ કલાકના સમયાંતરે રપપપર મતો, ત્યારબાદ ર૭૩૮૧ મતો અને ૩૧૭૪૩ લીડ સાથે આગળ રહ્યાં હતાં તેઓની લીડ વધતા ૬૩૬૯૩ અને ત્યારબાદ ૬૪ હજાર મતોની લીડ સાથે આગળ રહ્યાં હતાં પોરબંદર પોલીટેકનીક કોલેજ ખાતે મીડિયા સેન્ટરની મુલાકાતે રમેશભાઇ ધડુક આવ્યાં હતાં અને તેમણે જણાવેલ કે લોકોએ નરેન્દ્રભાઇ મોદીના નામે મત આપ્યાં છે.

તેમણે જણાવેલ કે પોરબંદર સંસદીય મત વિસ્તારમાં વિકાસના અધુરા કામો પુરા કરીશું. નવા ઉદ્યોગો લાવવા તથા માછીમારોના પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને પ્રશ્ન ઉકેલવામાં કોઇ પ્રયત્ન બાકી નહીં રાખીએ. બપોરે રમેશભાઇ ધડુક ૧૩૮૧૩ર મતોથી આગળ ચાલી રહ્યા છે.

(4:51 pm IST)