Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોરબી, કચ્છ બેઠક ઉપર ફરી કમળ જ ખિલ્યું

ભાજપના વિનોદ ચાવડા વિક્રમી મતોથી જીતી જશેઃ લાકડીયાનું EVM ખુલ્યું જ નહી : ભુજના બહુમતીવાળા વોર્ડ, બન્નીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહયોઃ મોરબી ગ્રામ્યમાં કોંગ્રેસ આગળ રહીઃ કોંગ્રેસના નરેશ મહેશ્વરીની હાર : વિનોદભાઇ ચાવડા ર લાખથી મતથી આગળ

તસ્વીરમાં મતગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ભૂજ, તા. ર૩ : બપોરે ૧ વાગ્યા સુધીમાં કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર ૫,૩૧,૯૭૭ મત ની ગણતરી થઈ ગઈ છે. તેમાં વિનોદ ચાવડા ૧ લાખ ૨૬ હજાર મતે આગળ છે. કુલ ૧૦ લાખ ૧૫ હજાર મતની ગણતરીમાં અડધા મત ૫ લાખ ૩૧ હજાર ની ગણતરી થઈ ગઈ છે,અને હવે ૪ લાખ ૮૩ હજાર મતની ગણતરી બાકી છે, એ જોતાં એવું કહી શકાય કે કચ્છમાં વિનોદ ચાવડાની જીત નિશ્યિત છે. કોંગ્રેસના નરેશ મહેશ્વરી હાર ભણી આગળ વધી રહ્યા છે. બસ હવે એ જોવાનું રહ્યું કે, વિનોદ ચાવડા પોતાનો ગઈ ચૂંટણીનો રેકોર્ડ કેટલા મત થી તોડે છે.

મોરબી લોકસભા બેઠકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીની આંકડાકીય પરિસ્થિતિ વિશે વહેલી સવારે પહેલા બેલેટ પેપર અને ત્યાર બાદ ઇવીએમ મશીનની મત ગણતરી ચાલુ કરાઈ હતી. જોકે, શરૂઆતથી જ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. વિનોદ ચાવડાએ મેળવેલી સરસાઈ બપોરે ૯ રાઉન્ડ પુરા થયા ત્યાં સુધી જળવાઈ રહી હતી. કુલ ૧૫૬ રાઉન્ડ ની મતગણતરી ધીમી ગતિ થી થઈ થઈ હોવાથી આ વખતે પરિણામ જાહેર થતાં સાંજ પડી જશે એવુ લાગી રહ્યું છે.

વિનોદ ચાવડા ફરી વિક્રમ મતોથી જીતે તેવી શકયતા...

બપોરે ૧૨ વાગ્યા સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩ લાખ ૭૯ હજાર ૩૨૬ મતોની ગણતરી થઈ છે. વિનોદ ચાવડાને ૨,૨૨,૦૪૦ અને નરેશ ૧,૩૪,૨૭૭ મહેશ્વરીને જેમાં વિનોદ ચાવડા ૮૭ હજાર મત થી આગળ થઇ ગયા છે. હજી તો ૬ લાખ મતની ગણતરી બાકી છે. આમ, બપોર સુધીમાં શરૂઆત દરમ્યાન જ વિનોદ ચાવડા એક લાખ મતની સરસાઈ તરફ આગળ વધી રહ્યા છે.તે જોતા લાગે છે કે, વિનોદ ચાવડા ફરી એકવાર વિક્રમ સર્જક મતો થી જીતશે. લાકડીયા ઇવીએમમાં ડખ્ખા બાદ અટકી ગયેલી રાપરની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મોરબી ગ્રામ્યમાં કોંગ્રેસ આગળ રહી હતી. જોકે, ભુજના કોંગ્રેસની બહુમતી વાળા વોર્ડ તેમ જ બન્નીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો હતો. લાકડીયાનું એક ઇવીએમ નહીં ખુલતા તે બાકી રાખી દેવાયું છે.

ભુજની એન્જીનીયરીંગ કોલેજ મધ્યે મોરબી-કચ્છ લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઇ હતી પ૮.ર૩% મતદાન, ૧૦ લાખ ૧પ હજાર મતદારોએ મતદાન કર્યુ હતું. મુખ્ય સ્પર્ધા ભાજપનાં વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે મુકાબલો થયો હતો.

બપોરે અઢી વાગ્યા સુધીમાં વિનોદ ચાવડા ૨ લાખ મત થી આગળ છે. અત્યાર સુધીમાં કુલ ૭,૮૬,૦૨૬ મતની ગણતરી થઈ છે. જે પૈકી વિનોદ ચાવડાને ૪,૭૭,૭૨૨ મત જયારે નરેશ મહેશ્વરીને ૨,૬૭,૪૩૦ મત મળ્યા છે. આમ વિનોદ ચાવડા ૨,૧૦,૨૯૨ મત થી આગળ છે. હજી અઢી લાખ મતની ગણતરી બાકી છે. ૮ અપક્ષ ઉમેદવારો કરતા નોટાના મત વધુ છે, નોટા મત ૧૨૮૩૩ થયા છે.

ગાંધીધામના તમામ ૨૩ રાઉન્ડની ગણતરી પૂર્ણ, ભાજપને ૫૨ હજાર ૬૫૯ મતની લીડ મળી છે. ગાંધીધામમાં વિનોદ ચાવડાને ૯૮૧૮૦ નરેશ મહેશ્વરીને ૪૫૫૨૧ મત મળ્યા છે. માંડવીમાં તમામ ૨૧ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ભાજપને ૪૧,૦૬૪ મતની લીડ મળી છે. વિનોદ ચાવડાને ૯૩,૮૧૯ મત જયારે નરેશ મહેશ્વરીને ૫૨,૧૨૫ મત મળ્યા છે. હજી ભુજના ૬ રાઉન્ડ બાકી છે. રાપરમાં ૨૧ માંથી ૮ રાઉન્ડની ગણતરી થઈ છે. બાકીની મતગણતરી લાકડીયાનું ઇવીએમ નહિ ખુલતા અટકી છે. અત્યાર સુધી મોરબીમાં કોંગ્રેસ આગળ રહી છે, જયારે કચ્છમાં અબડાસા, લખપત,માં ભાજપને લીડ મળી છે તો ભુજના બન્ની ખાવડા વિસ્તારમાં ભાજપને ૫૫૦૦ મતની લીડ મળી છે. ભુજના શહેરી વિસ્તારની ગણતરી હજી બાકી છે. અંજારમાં અત્યાર સુધીમાં ભાજપને ૪૨ હજાર મતની લીડ મળી છે. હજી એક રાઉન્ડ બાકી છે. કચ્છનું આખરી પરિણામ લગભગ સાંજે ૫ વાગ્યા સુધી જાહેર થાય તેવી શકયતા છે.

(4:50 pm IST)