Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાવનગરમાં ભારતીબેન શિયાળનું બપોરે ત્રણ વાગ્યે જ ભાજપે વિજય સરઘસ કાઢી લીધું

સવારે ૧૦ વાગ્યે ચાલુ ગણત્રીએ ૭૯ હજારની લીડ મળતાં જ ભાજપની છાવણી ઉત્સાહમાં આવી ગઇ : કોંગ્રેસના મનહરભાઇ પટેલ કરતા ભાજપનાં ભારતીબેન શિયાળ ૧૩૮૯૯ર મતથી આગળ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા. ર૩ : ભાવનગર લોકસભા બેઠક ઉપર પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ આગળ હોય સવારે ૧૦ વાગ્યે જ ભારે ભારતીબેન ૭૯ હજારની લીડ ધરાવતા હતા.

 ભાજપે બપોરે ૩ વાગ્યે વિજય સરઘસની જાહેરાત કરી દીધી હતી. પણ મતગણતરી દરમ્યાન જ ભાજપ છાવણી ઉત્સાહમાં આવી હતી અને પરિણામ પૂર્વે જ ભાજપે વિજય સરઘસની તૈયારી કરી લીધી હતી. દરમિયાન ભાવનગરમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભારતીબેન શિયાળ ૧૩૮૯૯૨ મતથી આગળ છે, જયારે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ પાછળ રહી ગયા છે.ભાવનગરમાં લોકસભામાં ભાજપનો વિજય થતા સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ છે. 

(4:47 pm IST)