Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જવાહરભાઇ ચાવડાને ભાજપ પણ ફળી ગયુ

માણાવદરના ધારાસભ્ય એજ રહ્યાઃ ચૂંટણી માત્ર નામની બની રહી! : હરિફ ઉમેદવાર કોંગ્રેસના અરવિંદ લાડાણી પહેલીજવાર વિધાનસભાની ચૂંટણીમાં ઝૂકાવેલ : ૧૭ રાઉન્ડના અંતે ૬૮૦૦ મતથી જવાહરભાઇ ચાવડા આગળ

પોરબંદર તા.૨૩: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની પોરબંદર પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરીના પ્રારંભથી ભાજપના ઉમેદવાર જવાહરભાઇ ચાવડા આગળ ચાલી રહેલ છે બપોરે જવાહરભાઇ ૩૭૯૧ મતોથી આગળ ચાલી રહ્યા છે.

માણાવદર વિધાનસભા પેટા બેઠકની મત ગણતરીનો શરૂઆતથી ભાજપના ઉમેદવાર જવાહરભાઇ ચાવડાએ ૧ હજાર લીડથી ખાતુ ખોલાવ્યું હતુ તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણીને ૯૬૮ મત મળ્યા હતા ત્યારપછી જવાહરભાઇ ચાવડાને ૨૮૯૮ તેમજ ૪૩૯૦ લીડ મળી હતી.

ભાજપના ઉમેદવાર જવાહરભાઇ ચાવડા મૂળ જુનાગઢના વતની અને માણાવદર બેઠક ઉપર ૩ વખત ધારાસબ્ય તરીકે ચૂંટાઇ આવેલ છે. તેઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય જતા તેઓને મત્સ્યોદ્યોગના કેબીનેટ મંત્રીનું પદ મળ્યુ હતું તેઓેએ પક્ષપલટો કરતા ચૂંટણીના મતદાન ઉપર અસર પડશે તેવી ચર્ચા ઉઠી હતી. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે બીપીએલ ડાર્કઝોન સહિત ખેડૂતોના પ્રશ્ન ઉકેલ લાવ્યો હતો.તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર અરવિન્દભાઇ ઝીણાભાઇ લાડાણી મૂળ કોડવાવના વતની છે તેઓ પ્રથમવાર ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે.તેઓ માણાવદર બાટવા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે.૧૭ રાઉન્ડના અંતે જવાહરભાઇ ચાવડા ૬૮૦૦ મતથી આગળ છે.(૧.૩૬)

(4:46 pm IST)