Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ધોરાજીના ગેલેકસી ચોક પાસે યુવક ઉપર છરીથી હુમલો

 ધોરજી તા ૨૩ :  ગેલેકસીચોક પાસે આવેલ એક પાનની દુકાને બેઠેલ ફરીયાદી ફરાનભાઇ અબ્દુલા રવાણી મતવાને  જુના મનદુખના ભાગરૂપે મુળ ધોરાજીના અને હાલ રાજકોટ રહેતા આસીફ હુશેન નારેજા,(ર) અહેમદ હુશેનભાઇ નારેજા (૩) સિરાજ અલીમ ભટ્ટી (મોઇન મુશાભાઇ નારેજા રહે. બધા રાજકોટવાળા ગળ રાત્રે૧૧ વાગ્યાની આસપાસ ધોરાજી આવી ફરીને ગાળો કાઢી છરી મારી અને તાળાનો છુટો ઘા કરી અને મુંઢ માર મારી, ખુનની ધમકી આપેલ અને નાશી ગયેલ, બાદમાં ઇજા પામેલ ફરાનને ધોરાજી સરકારી દવાખાને લઇ જતા તેને સારબાદ ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડેલ અને આ અંગે પોલીસે ફરીયાદ નોંધતા, જેમાં આઇ.પી.સી. કલમ ૩૨૩/૩૨૪,૫૦૪, ૫૦૬/૨,૩૩૭,૧૧૪ અને ૧૩૫ મુજબનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે. આ બનવા અંગે બીટ જમાદાર વિરમભાઇ વાણવી તપાસ તલાવી રહેલ છે.

(2:44 pm IST)