Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરના સેવક ધુણીયા ગામે એટેકથી મૃત્યુ

જામનગર, તા.૨૩:  અહીં સેવક ધુણીયા ગામે રહેતા પ્રવિણસિંહ જીવુભા જાડેજા એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કિશોરસિંહ ભીખુભા જાડેજા, ઉ.વ.૪પ, રે. રણજીત સાગર રોડ , વ્રજ સોસાયટી કિર્તીપાનની બાજુમાં જામનગરવાળા પોતાના ઘરે હતા તે દરમ્યાન શ્વાસલેવામાં તકલીફ પડતા સારવારમાં શારદા હોસ્પિટલમાં હાર્ટએટેકના કારણે મરણ ગયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી છરી વડે હુમલો

અહીં સીટી 'એ'  ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાહીદ ફિરોઝભાઈ વગીન્ડા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોક, જામનગરમાં આરોપીઓ મુસ્તફા વજુગ્રા, શકીલ ઉર્ફે એકોન, હાજી વજુગ્રા, ફારૂક ઉર્ફે જોન મકવા રે. જામનગરવાળાઓને ફરીયાદી સાહીદના મિત્ર ડેનીશ સાથે એકાદ વર્ષ પહેલા જુની માથાકુટ થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાહીદ તથા સાહેદે ફેઝલને ગાળ કાઢી ઢીકાપાટનુો માર મારી એકબીજાની મદદગારી કરી આ કામના આરોપી મુસ્તફા એ છરી વડે ફરીયાદી સાહીદ ઉપર હુમલો કરી તથા આ કામના આરોપી શકીલ એ લાકડાના ધોકાવડે સાહેદ જલનું મુંઢમાર મારી  જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દુકાનોના તાળા ફંફોળતો ઝડપાયો

અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. શાખા ના હેડ કોન્સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ પાસે આવેલ ઓવર બ્રિઝ નીચે આરોપી મહેશ ઉર્ફે મયલો ઘનશ્યામભાઈ રામાવત, રે. જામનગરવાળો મોડી રાત્રીના અંધારામાં લુપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતો કોઈ મિલ્કત વિરૂઘ્ધના ગુના કરવાના ઈરાદે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ ભુપતસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સેજા નારણભાઈ ખીટ, હુશેન કાસમભાઈ મથુપોત્રા, દેવજી જેરાશભાઈ નેસડીયા, હમીર નુરમામદ હમીરાણી, પ્રદિપ દેવરાજભાઈ દેડદકીયા, રે. લાલપુવાળાઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાવડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા મળી આવતા રૂ.પ૩૮પ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પડાણા મટીરીયલ ગેઈટ પાસેથી મોટરસાયકલ ચોરાયાની રાવ

મેઘપર પોલીસ સ્ટેશનમાં અકબરભાઈ ગનીભાઈ ભાયા એ ફરીયાદ નોંધાવી છે કે, પડાણા મટીરીયલ ગેઈટની બાજુમાં પાકશ્નગમાં ફરીયાદી અકબરભાઈએ પોતાનું હિરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ કાળા કલરનું જેના રજી.નં.જી.જે.–૧૦–સી.કે.–૮૭૧૮ લાલ વાદળી પટ્ટા વાળુ કિંમત રૂ.૩પ૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મહિલા સાથે છેડતી

કાલાવડ પોલીસ સ્ટેશનમાં મનીષાબેન મયુરભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, કૈલાશનગર પાસે જીવાપર રોડ, આ કામના આરોપી મોટરસાયકલ નં. જી.જે.–૧૦–ડી.બી.–પર૧૦ નો ચાલક પજવણી કરી ગુનો કરેલ છે.

જીવલેણ હથીયારો સાથે આઠ શખ્સો ઝડપાયા

પંચ 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. શાખા સબ ઈન્સ. કે.કે.ગોહિલ એ ફરીયાદ નોંધાવી છે કે, કનસુમારા પાટીયા પાસે આરોપીઓ અનીલ જગદીશભાઈ થાપલીયા, નઈમ શબીરભાઈ રાઠોડ, મહમદ કરીમભાઈ પંજા, શબીર અનવરભાઈ નાઈ, અસલમ ઉર્ફે હસલો કાદરભાઈ શેખ, ચેતન હરજીભાઈ પરમાર, કમલ જગદીશભાઈ વ્યાસ, ભરત ઉર્ફે સુનીલ જગદીશ થાપલીયાઓએ અગાઉ થી પૂર્વ આયોજીત કાવતરૂ રચી હાથમાં છરી, તલવાર, લોખંડના પાઈપ, ધારીયા જેવા તીક્ષ્ણ હથીયારો ધારણ કરી રોડ ઉપર પસાર થતા વાહનો તથા માણસોને લુંટી લેવા માટે અથવા તે આસપાસના એરીયામાં કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી એકઠા થઈ, જીવલેણ હથીયારો સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:44 pm IST)