Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જસદણમાં લગ્ન માટે દબાણ કરી રેશ્માબેનને હુસેને છરી ઝીંકી દીધી

રાજકોટ, તા., ૨૩: જસદણમાં લગ્ન માટે દબાણ કરી મુસ્લીમ યુવતીને ગઢડાના  મુસ્લીમ શખ્સ સહિત બેએ છરીથી હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી રેશ્માબેન ફીરોઝભાઇ કુરેશી (રહે. ગેબલશાહ સોસાયટી, જસદણ)એ આરોપી હુસેનભાઇ યુનુસભાઇ કાઝી (રહે. ગઢડા) તથા એક અજાણ્યા શખ્સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવાયા મુજબ આરોપી અને ફરીયાદી સંબંધે માસીયાઇ થતા હોય સામ-સામી ફરીયાદી તથા તેનો ભાઇ તેમજ આરોપી હુસેન તથા તેની બહેનની સામ-સામી સગાઇ થયેલ હોય અને કોઇ કારણોસર આરોપી તથા ફરીયાદીની સામ-સામી સગાઇ તુટી જતા તેનું મનદુઃખ રાખી આરોપી હુસેન જસદણ આવી ફરીયાદીના લગ્ન થઇ ગયા હોવા છતા તેના માતા-પિતાને લગ્ન કરવા માટે દબાણ કરી ધમકી આપી ફરીયાદી રેશ્માબેનને પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ત્યાર બાદ હુસેન તેની સાથે આવેલા શખ્સો સાથે ઇકો કારમાં નાસી છુટયો હતો.

આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:32 pm IST)