Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોરબીના પ્રજાપતિ યુવાને ચોક સ્ટીક પર નરેન્દ્રમોદીની પ્રતિકૃતિ બનાવી

માત્ર બે સેન્ટીમીટરની પ્રતિકૃતિ પ્રદર્શનમાં સ્થાન પામશે

મોરબી, તા.૨૩: પ્રજાપતિ સમાજ કલા કારીગરીનો વારસો ધરાવે છે માટીમાંથી માટલા બનાવવા સહિતની કારીગરી માટે પ્રજાપતિ સમાજ જાણીતો છે ત્યારે મોરબી નજીકના ગામના પ્રજાપતિ યુવાન પોતાના અનોખા શોખને પાંખો આપી રહ્યો છે જેમાં યુવાને માત્ર ૨ સેન્ટીમીટરની ચોક સ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે.

મોરબીના મકનસર ગામે રહેતા કમલેશ અમૃતલાલ નગવાડીયા નામના પ્રજાપતિ યુવાન તેની અનોખી કલા કારીગરી માટે જાણીતા છે અગાઉ સોપારીમાં વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને ચમકેલા યુવાને તાજેતરમાં વધુ એક અનોખી પ્રતિકૃતિ બનાવી છે બ્લેક બોર્ડમાં લખવામાં વપરાતા ચોક સ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે માત્ર ૨ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોક સ્ટીકમાં સોયની મદદથી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે આગામી દિવસોમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાનાર છે જેમાં મોરબીના યુવાનની આ અનોખી પ્રતિકૃતિ તેમજ અન્ય એક માટીમાંથી બનાવેલ નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ પ્રદર્શનમાં મુકાશે અને પ્રદર્શન નિહાળવા આવેલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

(1:10 pm IST)