Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગોંડલમાં હોર્ન વગાડવા પ્રશ્ને કાર ચાલક મુકેશ આહીર સહિત બે ઉપર ૧૧ શખ્સોનો હુમલો

રાજકોટ, તા., ર૩: ગોંડલમાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે સાંજે હોર્ન વગાડવા બાબતે થયેલ બોલચાલીમાં આહીર યુવાન સહીત બે પર ૧૧ શખ્સોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ પુનીતનગર વાણંદ વાડીની બાજુમાં રહેતા મુકેશ જગુભાઇ દેસડીયા (આહીર) પોતાની કાર લઇને જતા'તા એ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે સામેથી હાર્દિકસિંહ સુખુભા ચુડાસમા રોંગ સાઇડમાં બાઇક લઇને આવતા કાર ચાલક મુકેશે હોર્ન વગાડતા ઝઘડો થયો હતો અને હાર્દિકસિંહ તથા તેની સાથેના સત્યમસિંહ ચુડાસમા તેમજ અન્ય ૯ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી મુકેશ આહીર તથા તેની સાથેના યુવાન પર બેઝ બોલના ધોકાથી હુમલો કર્યો હતો અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત મુકેશ આહીરે ૧૧ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા ગોંડલ સીટી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)