Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરેન્દ્રનગર ભાજપના ડો. મહેન્દ્ર મુંજાપરા ૯ હજાર મતથી આગળ

ભાવનગર, તા., ર૩: સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મતગણત્રનો પ્રારંભ શાંતીપુર્ણ રીતે થઇ રહયો છે. ત્યારે ર૧પ૦ કર્મચારીઓ ચુંટણી ફરજ ઉપર હાલ ફરજમાં રોકાયેલા રહયા છે. ત્યારે મત ગણત્રી કાઉન્ટીંગ ટેબલ ઉપરનો સ્ટાફ ૩૦૦નો છે. અધિકારી અને અન્ય સ્ટાફ મળી ૧રપ૦ જેટલા રહેલા છે. જયારે ૬૦૦ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ત્યારે હાલમાં પ્રથમ ચરણની મતગણત્રી શરૂ થયાના બે કલાક બાદ મત ગણત્રીમાં ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા કોંગ્રેસના સોમાભાઇ પટેલ કરતા ૯૦૦૦ મતો થી આગળ રહયા છે. જયારે હજુ એકેય રાઉન્ડ પત્યો નથી. પ્રથમ રાઉન્ડ ચાલુ છે. ત્યારે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા આગળ રહેતા ભાજપના કાર્યકરો હાલ ઉત્સાહમાં જોવા મળી રહયા છે અને ભાજપના ઉમેદવારની જીતનો દાવો કરી રહયા હોવાનું જોવા જાણવા મળી રહયું છે. સ્પષ્ટ પરીણામ આવવા માટે ખાસો સમય લાગશે એવું વર્તાઇ રહયું છે.

(11:57 am IST)