Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોરબી શાખા નર્મદા કેનાલના સુરેન્દ્રનગર જીલ્લાના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો

વઢવાણ તા ૨૩  : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી શાખા નર્મદા કેનાલ દ્વારા મચ્છુ-ર ડેમમાં પાણી પહોચાડી પીવા માટે પુરૂ પાડવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આાવ્યો છે, જેને લઇને આ કેનાલમાંથી થતી પાણી ચોરી તેમજ ભાંગફોડ સહીતની પ્રવૃતિ અટકાવવા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડયું છે, અને આવી પ્રવૃતિ કરનાર શખ્સો સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી શાખા કેનાલની કુલ લંબાઇ ૧૧૯.૧૭ કિલોમીટર જેટલી છે. જેમાંથી ૫૯ કિલોમીટર જેટલો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવે છે. આ કેનાલ દ્વારા મોરબી શહેર ઉપરાંત સોૈરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે, પરંતુ હાલમાં મોરબીના મચ્છુ-ર ડેમ સુધી પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પહોચતો ન હોવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહ ેતે માટે કેનાલમાંથી થતી પાણી ચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લા ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ જાહેરનામું બહાર પાડયું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા કેનાલના વિસ્તારને પ્રતિબંધિત જાહેરકરવામાં આવ્યો છે. જેમાં નર્મદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારી સિવાય અન્ય વ્યકિતઓ માટે પ્રવેશબંધી ફરમાવી છે. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવુ કૃત્ય કરતા કોઇ ઝડપાશે તો તેવા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી  કરવાનો આદેશ  કરવામાં આવ્યો છે.

(11:56 am IST)