Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોરબીમાં નવલખી ફાટક નજીક ચોરાઉ બાઇક સાથે બે પકડાયા

મોરબી, તા.૨૩: મોરબીએ ડીવીઝન પોલીસે નવલખી ફાટક નજીકથી બે ઇસમોને ચારાઉ મોટર સાઇકલ સાથે ઝડપી લીધા હતા.

મોરબીના પીપળીયા ચાર રસ્તા તરફથી બે શખ્સોએ શંકાસ્પદ મોટર સાઇકલ લઈને મોરબી તરફ આવતા હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસ વોચા ગોઠવાતા નવલખી ફાટક નજીક બે શખ્સોને રોકીને તેની પૂછપરછ કરતા મોરબીના ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીકથી મોટર સાઈકલ ચોરી કરી હોવાનું જણાવતા બંને ઇસમો રાજેશસિંહ જગદીશસિંહ ભદોરીયા રહે-હાલ વાવણીયા અને સત્યમસિંહ નરેન્દ્રસિંહ ભદોરીયા વાળાને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શકિતસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર અને ભરતભાઈ ખાંભરાએ કરેલ છે.

(11:55 am IST)