Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દ્વારકા હાઈવે પર કુંરગા નજીક હોટલ, પેટ્રોલ પંપ સહિતના દ્વારા કરાતી પાણી ચોરી

ખંભાળીયા, તા. ૨૩ :. દ્વારકાના પાણી પુરવઠા ઈજનેર ભરતભાઈ પટેલે આરોપી (૧) રાયમલભા દેવાભા સુમણીયા (૨) મેપા સુરા ચાનપા (૩) મીયાભા અરજણભા માણેક (૪) ડુંગરભા કનૈયાભા સુમણીયા (૫) સાજણભાઈ નોંઘાભાઈ મુન રહે. ઓખા મઢિ મિલન હોટલ (૬) જયદીપ શાન્તીલાલ પટેલ અમીધારા હોટલ (૭) નિતીનભાઈ શોભનભાઈ (૮) વજશીભાઈ ચાવડા (૯) ગાંગાભા અરજણભાઈ કેર (૧૦) હરદાસ દેવશીભાઈ કરમુર-રાધેશ્યામ પેટ્રોલીયમ કુંરગા (૧૧) કરણ પાલાભાઈ ગઢવી આ તમામ ઈસમોએ સરકારની સંપત્તિમાંથી પાણીની લાઈન ભંગાણ કરી અંગત ઉપયોગ માટે ગે.કા. પાણી ચોરી કર્યાની પોલીસ ફરીયાદ ઈજનેર ભરતભાઈ પટેલે ઉપરોકત આસામીઓ વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લૂડો રમતા

મીઠાપુરની રેકડી બજારમાં જાહેરમાં મોબાઈલ પર લૂડો રમતા (૧) લાખા રણમલભાઈ ચાનપા (૨) જેઠા વિસુરભાઈ હાષિયા (૩) દેવશી દેવાભાઈ હાષિયા (૪) ભાવેશ ભાણજીભાઈ ગોહેલ આ ચારેય ઈસમો રોકડા રૂપિયા ૮૦૩૦ની મત્તા સાથે ઝડપાઈ આવ્યા હતા.

શોકથી મોત

ભાટિયાના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રકાશ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) બાકોડી ગામે સમર્પણ સ્કૂલમાં બાંધકામ ઉપર મશીનમાં પીન જોઈન્ટ કરતી વખતે શોર્ટ લાગતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)