Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ધ્રાંગધ્રાના ગુજરવદી ગામે રાત્રિના વાડીમાં ચાલતુ જુગાર ધામ ઝડપાયુઃ ૨ લાખ ઉપરની રોકડ કબ્જેઃ ૧૬ ઝડપાયા

વઢવાણ તા.૨૩: ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે જુગારધામ ચાલતુ હોવાની બાતમી જીલ્લા એલ.સી.બીના પીઆઇ ઢોલને મળતા એલ.સી.બી સ્ટાફ દ્વારા તુરંત મોડી રાત્રે ગુજરવદી ગામે દરોડો કર્યો હતો જ્યા એલ.સી.બીને મળેલ ખાનગી બાતમી અનુશાર ગુજરવદી ગામની સીમમા આવેલી અંધારી વાડી તરીકે ઓળખાતી વાડીના રૂમમા જુગારધામ ચાલતુ હોવાથી તે સ્થળે પોલીસ ઘેરી લઇ દરોડો કરતા જુગારીઓમા નાશભાગ મચી હતી.

જેમાં (૧)પીન્ટુ હીરાભાઇ સુરેલા, (૨)મેહુલભાઇ રણછોડભાઇ સિંધવ, (૩)ગોપાલ લક્ષ્મણભાઇ મકવાણા, (૪)ઇમ્તીયાઝ અબ્દુલભાઇ કુરશી, (૫)હુશેન અહેમદભાઇ મમાણી, (૬)વિપુલ નારાયણભાઇ દલસાણીયા, (૭)નારાયણભાઇ ગોવીંદભાઇ દલસાણીયા, (૮)વિજયભાઇ કાળુભાઇ (૯)ચમનભાઇ ગોવીંદભાઇ ગુજરવદીયા, (૧૦)શૈલેષભાઇ રમેશભાઇ (૧૧)હર્ષદ ગણપતભાઇ ગુજ્જર, (૧૨)દિપક સુખાભાઇ કાલીયા, (૧૩)રમેશભાઇ ગંગારામભાઇ સોલંકી, (૧૪)સંજયભાઇ પ્રભુભાઇ નાકીયા, (૧૫)લક્ષમણભાઇ વાઘજીભાઇ લાબરીયા, (૧૬)પ્રણવ દિલીપભાઇ જાદવ ઝડપાયા હતા. રોકડ ૨,૩૪,૫૧૦, મોબાઇલ નંગ ૧૫ કિમત રૂપિયા ૫૧ હજાર તથા મોટરસાઇકલ ૧,૨૦ લાખ એમ કુલ મળી ૪૦૮૫૧૦ના મુદ્દામાલ જપ્તકર્યો હતો. જયારે તમામ ૧૬ જુગારીઓને ઝડપી લઇ બાલાભાઇ નાનુભાઇ હાજર નહિ મળી આવતા તેઓએ નાશતા-ફરતા જાહેર કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને તમામ ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)