Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બાબરામાં પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

બાબરા : પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા એએસપી પ્રેમસુખ ડેલુ દ્વારા લોકદરબાર યોજી શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજા વચ્ચે પોલીસની કામગીરીની માહિતી સ્થાનિક આગેવાનો પાસે જાણી હતી. આ લોકદરબારમાં સ્થાનિક પીએસઆઇ ગીતાબેન આહિર તેમજ બીપીનભાઇ રાદડીયા, અલતાફભાઇ નથવાણી, પ્રભાતભાઇ કોઠીવાળ, ખીમજીભાઇ મારૂ, નટુભાઇ જસલીયા, વેપાર આગેવાનો, પ્રમોદભાઇ રૂપારેલીયા, નીતીનભાઇ રાઠોડ, મનોજભાઇ જસાણી, મુનાભાઇ મલકાણ, ગજેન્દ્રભાઇ શેખવા, રમેશભાઇ તેરૈયા, જાહિદખાન ભોજવાણી, જગદીશભાઇ કારેટીયા સહિતના સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એએસપી ડેલુ દ્વારા આયોજીત આ લોકદરબારમાં સ્થાનિક આગેવાન બિપીનભાઇ રાદડીયા અને પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા શહેરની ટ્રાફીક સમસ્યાઓ તેમજ પોલીસ પેટ્રોલીંગ અને ગામડાઓમાં જીઆરડીના સેટઅપ બાબતે રજૂઆત કરી નિકાલ કરવા જણાવ્યુ હતુ. લોકદરબાર યોજાયો તે તસ્વીર.

(11:50 am IST)