Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ ઉપર નશાખોર સહિત ત્રણ શખ્સોનો હુમલો

માતા બચાવવા વચ્ચે પડતા તેને પણ મારમાર્યો

જુનાગઢ તા. ર૩: જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ ઉપર નશાખોર સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી અને માતા બચાવવા વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો.

વિગતો એવી છે કે, જુનાગઢમાં કર્મચારીનગરમાં રહેતા દલિત ધીરેન વિરમભાઇ સોલંકી (ઉ.વ. ૧૯) ગઇકાલે રાત્રે ૯-૪પ વાગ્યે મધુરમ ગેટ પાસે ટ્રાફિક બ્રિગેડની સરકારી ફરજ ઉપર હાજર હતા.

આ દરમ્યાન જીજે-૦પ-આઇપી-૬ર૦પ નંબરની આઇ-ર૦ કારમાં ટીંબાવાડીનો અમીન અબડા, તેમજ ખામધ્રોળ રોડનો સિકંદર અન્વર કુરેશી અને અરમાન ઇબ્રાહીમ સીડા આવેલ.

જેમાં અમીન અબડા દારૂ પીધેલ હોય નીચે ઉતરી લથડીયા ખાતો રાહદારી સાથે અથડાઇને નીચે પડી ગયો હતો અને ધીરેન સોલંકીને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરીને ઢીકાપાટુનો મારમાર્યો હતો.

આ દરમ્યાન ધીરેનને છોડાવવા તેના માતા વચ્ચે પડતા ત્રણેય શખ્સોએ તેણીને પણ મારમાર્યો હતો. બનાવની વધુ તપાસ ડીવાયએસપી એચ. એચ. ચલાવી રહ્યા છે.

(11:50 am IST)