Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાવનગરમાં દારૂની ૧૨૦ બોટલ સાથે ૨ શખ્સો ઝડપાયા

(મેધના વિપુલ હિરાણી)ભાવનગર, તા.૨૩: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ એ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ના હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો ઇમ્તીયાઝખાન પઠાર્ણં.ને સયુકત બાતમરાહે હકિકત મળેલ કે (૧) કૌશીકભાઇ મુળદાસભાઇ ગોંડલીયા ઉ.વ.૨૮ રહે.બ્લોક.નં.બી/૧ રૂમ નં.૨ જેલ ગ્રાઉન્ડ ગવરમેન્ટ કવાટર્સ ભાવનગર(૨) પરેશભાઇ જણાભાઇ વેગડ ઉ.વ.૨૪ રહે.પંચવટી ઘોઘા જકાત નાકા છનાભાઇ દરબારના મકાનમાં ભાવનગર મુળ ગામ-કુકડ વાળા ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને નિકળવાના છે જેહકિકત આદ્યારે વોચમાં રહેતા વહેલી સવારના મજકુર બંને ઇસમો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો થેલામાં ભરી નિકળતા મજકુર બંને ઇસમોને પકડી લઇ તેની પાસેથી (૧) બેગપાયપર વિહીસ્કીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૫૦ (૨) ઓફીસર ચોઇસ વિહીસ્કી ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૩૦ (૩) ગોલ્ડ વોડકા ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૮ (૪) સીલ્વર ફોકસ વોડકાની પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૧૨૦ કિ.રૂ. ૭૩,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૬,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭૯,૨૦૦/- સાથે મળી આવતા મજકરુ બંને ઇસમોને પ્રોહી એકટ હેઠળ અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ હે.કો. ભયપાલસિ;હ ચુડાસમા , કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા,અજયસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ સરવૈયા, શકિતસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:10 am IST)