Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરમાં પૂનમબેન માડમ ફરી સાંસદ બન્યા

લોકસભા અને વિધાનસભા બંને બેઠકો ઉપર હાલારમાં ભાજપનો લ્હેરાતો ભગવો : જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના રાઘવજીભાઇ પટેલે ૩૩ હજાર મતે કોંગ્રેસને હરાવ્યુ પૂનમબેન માડમ ૨,૦૩,૭૭૭ મતથી આગળ

તસ્વીરમાં પત્રકાર સાથે વાતચીત કરતા પૂનમબેન માડમ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : જામનગરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ હતો. ૨૩ એપ્રિલ ના યોજાયેલ મતદાનમાં પ્રજાએ ફરી ભાજપ તરફી જોમ દેખાડ્યું છે અને આજે જયારે સવારથી જ મતગણતરીનો પ્રારંભ થયો ત્યારે બને સીટો પર ભાજપ મતગણતરીમાં સતત આગળ રહ્યું છે.

જામનગરમાં લોકસભાની બેઠકમાં પુનમબેન માડમની આગેકૂચ મત કાઉન્ટીંગ શરૂ થયા ત્યારથી જ જોવા મળી રહી. બપોર સુધીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન ને દોઢ લાખથી વધુ મતોની લીડ જોવા મળી હતી. જયારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી મુળુભાઈ કંડોરિયા પાછળ જોવા મળ્યા હતા. જેથી ભાજપના પુનમબેન ફરી સાંસદ તરીકે ચૂંટાઈ આવશે.

જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. મતગણતરીના પ્રારંભથી જ ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ આગળ જોવા મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જયંતીભાઈ સભાયા પાછળ જોવા મળ્યા હતા. બપોર સુધીમાં રાઘવજીભાઈ ને ૧૧૦૦૦ જેટલા મતોની લીડ જણાતા રાઘવજીભાઈ ની જીત પણ નિશ્ચિત છે ત્યારે જામનગરની લોકસભા અને વિધાનસભા બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે.બપોરે બે વાગ્યે છેલ્લા અહેવાલ મુજબ ૩૩ હજાર મતોની સરસાઇથી રાઘવજીભાઇ પટેલ જામનગર ગ્રામ્ય બેઠક ઉપર જીતી ગયા છે. લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૯ અંતર્ગત ૧૨-જામનગર સંસદિય મતવિસ્તાર માટે તા. ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન થયેલ હતું. ૧૨- જામનગર સંસદિય મતવિસ્તારમાં ૭૬ - કાલાવડ (અ.જા.), ૭૭-જામનગર ગ્રામ્ય, ૭૮-જામનગર (ઉત્તર), ૭૯-જામનગર (દક્ષિણ), ૮૦-જામજોધપુર, ૮૧-ખંભાળીયા, ૮૨-દ્વારકા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. જેની મતગણતરી આજ તા. ૨૩ મે ૨૦૧૯દ્ગક્ન રોજ શહેરની ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ., એમ.બી.એ. કોલેજ ઇન્દિરા માર્ગ જામનગર ખાતે સવારે ૮-૦૦ કલાકથી શરૂ થઇ ગયેલ છે. આ લખાય છે ત્યારે જામનગર લોકસભા બેઠકમાં બપોરના બે વાગ્યા સુધીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ૪૯૫૯૧૧ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને ૨૯૨૧૩૪ મત મળ્યા હતા. જેમાં ભાજપના સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમને ૨૦૩૭૭૭ મત મળ્યા છે. નોટામાં ૬૪૩૫ મત મળ્યા હતા. પૂનમબેન માડમ પ્રારંભથી જ આગળ રહ્યા હતા અને હવે તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે.(૨૧.૨૦)

(4:48 pm IST)
  • શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૯ ડિસેમ્બરે ફરી વડાપ્રધાનપદે શપથ લેશે તેવું જાણવા મળે છે access_time 5:46 pm IST

  • કેરળની વૈનાઇડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતથી આગળ છે જ્યારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે. access_time 5:47 pm IST

  • મુંબઈ ઉત્તર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અભિનેત્રી ઉર્મિલા માતોડકર હાર્યા : ભાજપના ગોપાલ શેટ્ટીએ જંગી મતોથી હરાવ્યા access_time 12:42 pm IST