Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કચ્છ-મોરબી બેઠક ઉપર ભાજપના વિનોદ ચાવડા ૯૭૭૦ મતથી આગળ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ર૩: કચ્છ-મોરબી લોકસભા બેઠક ઉપર ભાજપનાં વિનોદભાઇ ચાવડાને રપપ૪૭ અને કોંગ્રેસનાં નરેશભાઇ મહેશ્વરીને ૧પ૭૭૭ મત મળ્યા છે. જયારે ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા ૯૭૭૦ મતોથી આગળ છે.

ભુજની એન્જીનીયરીંગ કોલેજ મધ્યે મોરબી-કચ્છ લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઇ હતી પ૮.ર૩% મતદાન, ૧૦ લાખ ૧પ હજાર મતદારોએ મતદાન કર્યુ હતું. મુખ્ય સ્પર્ધા ભાજપનાં વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે મુકાબલો થયો હતો.

(11:07 am IST)