Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપને મત આપનાર અંગેના વિરોધ પક્ષનાં નેતાના નિવેદન સામે રોષ ઠાલવતા બાવકુભાઇ ઉંઘાડ

(જીતેશગીરી ગોસાઇ દ્વારા) વડિયા, તા.૨૩: પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંઘાડે જણાવ્યુ છે કે અત્યારે આ જ વિરોધ પક્ષો ઇવીએમ માટે ધમપછાડા કરી રહયા છે...ત્યારે વિરોધ પક્ષના નેતા માટે મારે એટલું જ કહેવું છે તમારા વોર્ડમાં કે તમારા શહેરમાં તમને કયારેય લીડ મળી નથી આમ છતાં બે વખત વ્યકિત વિરોધના મત મળ્યા એક વખત અનામત સરકાર વિરુદ્ઘ નામ તો મળ્યા તમારી કોઈ યોગ્યતા કે કોઈ આવડત નથી અત્યાર સુધીમાં ચુટાણા પછી તમારા વિસ્તારમાં તમો શું કામગીરી કરી છે તે બતાવો તો લોકોને ખ્યાલ આવે તમે વિપક્ષના નેતા બન્યા છો લોકશાહીનો આ મહાન પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર ૭૦ વર્ષ પછી દેશનો મતદાર પરિપકવ થયો છે ત્યારે તમે આ નિવેદન કર્યું છે લોકોને ખ્યાલ છે તમે વિપક્ષના નેતા બન્યા પછી ગુજરાતની અંદર તમે શું કામગીરી કરી છે ગુજરાત જાણે છે જાણે છે અને તમારા કોંગ્રેસના દિલ્હીના અને રાજયના તમારા આગેવાનો જાણે છે આ પરિણામમાં તમે તમારી હાર અને આશા નિરાશા દેખાય છે અને આ પરિણામ પછી સમગ્ર ગુજરાતને દેશને ખબર છે કે વિરોધ પક્ષના નેતાનું પદ બદલવાનું છે ત્યારે તમે માનસિક સંતુલન ગુમાવી મતદારોને માટે આવો શબ્દ વાપરી રહ્યા છો તે યોગ્ય નથી, તેમ પૂર્વમંત્રી બાવકુભાઈએ ઉંઘાડે જણાવ્યુ હતું.

(11:06 am IST)