Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામકામાં ગાય આધારીત કૃષિ ક્રાંતિના સફળ પરિણામો

રાજકોટ : જળક્રાંતિ અને ગીર ગાય ક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાની પ્રેરણાથી જામકા ગામે પરસોતમભાઇ સીદપરાના ખેતરમાં ગાય આધારીત કૃષિનો  ૨૦૦૪ માં પ્રારંભ કરાયો હતો. જેને આજે ૧૫ વર્ષે સફળ પરીણામો મળતા થયા છ.ે પરસોતમભાઇ સીદપરાના ખેતરમાં ગાય આધારીત કૃષિથી મગફળી, તલ, તુવેર, ઘઉં, મકાઇ, બાજરી, શેરડી, રજકો, ગાજર, ૧૦ પ્રકારના શાકભાજી, તરબુચ, ટેટી જેવા ૩૦ પાકોમાં ઉમદા પરીણામો મળેલ છે. રાસાયણીક ખાતરનું ઝેર બંધ થવાથી જમીન ફળદ્રુપ બની અને માત્ર ર ઇંચ વરસાદમાં પાણી જમીનમાં ઉતરતુ થયુ છે. બમણી માત્રામાં પાક ઉતરતા આવકમાં વધારો થયો છે. ગાય આધારીત કૃષિના ૧૫ વર્ષના સફળ પરિણામો જોવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એ. આર. પાઠક અને ૧૦ વિજ્ઞાનીકોની ટીમે મુલાકાત લીધી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(11:03 am IST)