Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાવનગર જિલ્લામાં એસએસસીનું ૬૬.૧૯% પરિણામ

 ભાવનગર : ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં ભાવનગર જિલ્લાનું ૬૬.૧૯% આવ્યું છે. જે ગત વર્ષ ર૦૧૮માં ૭૯.૧૭% કરતા ર.૯૮% ટકા ઓછુ પરિણામ છે. ભાવનગર જિલ્લાના ૩૪ કેન્દ્ર પૈકી જેસર કેન્દ્ર ૮૧.પર% સાથે પ્રથમ નંબરે છે તો ભાવનગરનું કૃષ્ણનગર કેન્દ્ર ૮૧.૧૩% સાથે બીજા નંબરે છે. જયારે ઘોઘા કેન્દ્ર ૩૯.ર૧% સાથે છેલ્લા નંબરે છે. એટલે ઘોઘા કેન્દ્રનું સૌથી નબળુ પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લાનું ૬૩.૮૪%  જે ગત વર્ષ કરતા ૪.પ૬% ઓછું પરિણામ છે. ભાવનગર જિલ્લામાં જેમ શૂન્ય ટકા પરિણામવાળી શાળાઓ ઘટી છે તેવી જ રીતે ૧૦૦% પરિણામ વાળી શાળાઓમાં પણ ઘટાડો થયો છે. જયારે ૩૦% ઓછા પરિણામ વાળી શાળા ઘટી છે. જેમાં ભાવનગર સ્વામિનારાયણ ગુરૂકુળ હાઇસ્કૂલનું ૧૦૦%  પરિણામ આવ્યું છે. ભાવનગર જિલ્લામાં કુલ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરતા ૩ર૬ વિદ્યાર્થીઓ જેમાંથી ૮પ વિદ્યાર્થીઓ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના એ-ર ગ્રેડ પ્રાપ્ત કરતા બોર્ડના ૧પ૮૪ વિદ્યાર્થીઓમાંથી ૧૪૮ વિદ્યાર્થીઓ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના ૯૯%થી વધુ પ્રાપ્ત કરતા ૧૧૯ વિદ્યાર્થીઓ ૯૦%થી વધુ પ્રાપ્ત કરતા ર૭ર વિદ્યાર્થીઓએ ૮પ%થી વધુ ગુણ પ્રાપ્ત કરતા ૧૩૮ વિદ્યાર્થીઓએ ભાવનગર શહરે અને શાળાનું ગૌરવ વધારેલ છે. જયારે શહેરમાં આવેલ અંધઉદ્યોગ શાળામાં સતત ર૧માં વર્ષે ૧૦૦% પરિણામ જાહેર થયું છે. જિલ્લાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓની તસ્વીર.

(11:02 am IST)