Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હળવદમાં બેંકનો ગ્રાહક મિલન કાર્યક્રમ

 હળવદઃ રાજકોટ નાગરિક સહકારી બેંક.લીનો એક વર્ષ પુર્ણ થતાં બ્રાહ્મણની ભોજનશાળા ખાતે ગ્રાહક મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને હળવદમા બેંકનો એક વર્ષનો અનુભવ તેમજ ગ્રાહકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકધારકો હાજર રહ્યા હતાં. આ બેંક ૧૧૭ કરોડનો નફો ધરાવે છે જેમાં બેંક પોતાનો નફો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે આપે છે જેમાં ૨૪ વર્ષથી શિશુ મંદિરને શિક્ષણ સહકાર તેમજ મહિલાઓને બીજી બેંકો કરતાં સસ્તી લોન આપવામાં આવે છે. હળવદ ખાતે યોજાયેલા ગ્રાહક મિલન કાર્યક્રમમાં વિવિધ ગ્રાહકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ થાપણદાર, કેશલેશ કરનાર, એટીએમથી પૈસા ઉપાડનાર, સૌથી નાની વયના ખાતાધારક, વગેરે જેવા ખાતાધારકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ખાતાધારક પાસેથી સુચનો તેમજ રજૂઆત સાંભળી હતી નાના માણસની મોટી બેંકના સુત્રને સાર્થક કર્યું હતું.

કાર્યક્રમમાં ચેરમેન નલિનભાઈ વસા, વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેકટર ડાયાભાઈ ડેલાવાળા, હળવદ બ્રાન્ચ કન્વીનર વિજયભાઈ જાની,સહ કન્વીનર રાજુભાઈ ચનિયારા, ડીરેકટર પ્રભારી પ્રદિપભાઈ જૈન, ડીસીએમ અશ્વિન ભાઈ મહેતા, મેનેજર વિક્રમસિંહ ડોડીયા અને શાખા સમિતિના સભ્યો ભરતભાઈ ગઢિયા, જશુભાઈ, પટેલ , અરવિંદભાઈ નાકરાણી નભેરામભાઈ અઘરા, દાદાભાઈ ડાંગર સહિતના તેમજ મોટી સંખ્યામાં બેન્કના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ મેમ્બરો, હિતેશભાઈ, જીગ્નેશભાઈ, વનરાજભાઈ, એકતાબેન રાવલ, ઠાકારશીભાઈ, શ્રવણભાઈએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર.(તસ્વીર.અહેવાલઃ દિપક જાની.હળવદ)

(11:02 am IST)