Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નવતર કિમીયોઃ જામનગરના તરસાઇ પાસે ટાયરની ટયુબોમાં દારૂની હેરાફેરી

ટ્રેકટર-ટ્રોલી સાથે ર શખ્સોની ધરપકડ

જામનગર તા.ર૩ : રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડી.આઇ.જી.પી.સંદીપસિંહ દ્વારા રીડર પો.ઇન્સ. જે.એસ.પંડયાઓને હકીકત આધારે રેઇડ કરવા સુચના કરતા રીડર બ્રાંચના પો.કોન્સ. દિગુભા ઝાલા તથા હેડકોન્સ. કુલદીપસિંહ ચુડાસમા તથા શકિતસિંહ ઝાલાનાઓએ હકીકત આધારે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ તરસાઇ-વાંસજાળીયા રોડ પર ટ્રેકટરમાં વાહનોના ટાયરની ટયુબોમાં ભરેલ દેશી દારૂ ઝડપી પાડયો હતો.

જેમાં આરોપીઓ (૧) ભરતભાઇ કારાભાઇ મોરી તથા (ર) કાનાભઇ વરજાંગભાઇ મોરી રહે. બન્ને વાંસજાળીયા તા.જામજોધપુર વાળાઓને દેશી પીવાનો દારૂ લીટર-૪૮૦ કી. રૂ.૯,૬૦૦ના જંગી જથ્થા સાથે પકડી પાડી ટ્રેકટર ટ્રોલી તથા મોબાઇલ ફોન-ર મળી કુલ રૂ.પ,૧૦,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી અન્ય સહ-આરોપીઓ (૩) અરજણભાઇ કારાભાઇ શામળા (૪) બધાભાઇ કોળીયાતર રહે .બન્ને રાણપર તથા (પ) જયેશભાઇ અમરાભાઇ મોરી રહે. વાંસજાળીયા વાળા તમામ વિરૂદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગૂન્હો દાખલ કરાવેલ છે.

(11:01 am IST)