Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ફરી તાપમાન વધ્યું : અમરેલી ૪ર.ર ડીગ્રી

બપોરના સમયે અસહ્ય ઉકળાટ : ધોમધખતા તાપના કારણે રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપની અસર ફરીથી વર્તાવવા લાગી છે અને મહત્તમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

છેલ્લા બે-ત્રણ દિવસ વહેલી સવારના સમયે વાદળછાયું વાતાવરણ છવાયેલુ રહ્યા બાદ આજે સવારથી વાદળા વિખેરાઇ ગયા છે અને મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે.

બપોરના સમયે ધોમધખતા તાપના કારણે રસ્તાઓ સુમસામ બની જાય છે અને ગરમીથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને ગરમીથી બચવા માટે ઘરમાં જ એસી અને પંખાના સહારે બેસી રહે છે.

ગઇકાલે ગાંધીનગર ૪ર.૮, અમદાવાદ ૪ર.પ, અમરેલી ૪ર.ર, રાજકોટ ૪૧.૧ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

કયાં કેટલુ તાપમાન

રાજકોટ, તા. ર૩ : ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે. .

શહેર         મહત્તમ તાપમાન

અમદાવાદ   ૪ર.પ     ડીગ્રી

ડીસા         ૪૦.૬     ''

વડોદરા      ૪૧.૪     ''

સુરત        ૩૬.૦     ''

રાજકોટ      ૪૧.૧     ''

ભાવનગર    ૩૮.૩     ''

પોરબંદર    ૩૪.પ     ''

વેરાવળ      ૩૩.૦     ''

દ્વારકા        ૩૧.૮     ''

ઓખા        ૩૩.૮     ''

ભુજ          ૩૯.૦     ''

નલીયા       ૩પ.૮     ''

સુરેન્દ્રનગર   ૪૧.૮     ''

ન્યુ કંડલા    ૩૭.૧     ''

કંડલા એરપોર્ટ     ૪ર.૩        ''

અમરેલી     ૪ર.ર     ''

ગાંધીનગર   ૪ર.૮     ''

મહુવા        ૩૬.૪     ''

દીવ         ૩૬.ર     ''

વલસાડ      ૩૬.૯     ''

વલ્લભ વિદ્યાનગર ૪૦.૯       ''

(11:00 am IST)