Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા અને ૩ વિધાનસભામાં ભાજપની લહેર

પ્રારંભે અમરેલીમાં પરેશ ધાનાણી-જુનાગઢમાં પૂંજાભાઇ વંશ આગળ રહ્યા બાદ...: મતગણતરી કેન્દ્ર આસપાસ 'મોદી-મોદી'ના નારા : કોંગ્રેસમાં નિરાશા

રાજકોટ, તા. ર૩ : લોકસભાની સૌરાષ્ટ્ર-કચ્છની ૮ અને વિધાનસભાની ૩ પેટા ચૂંટણીના આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને મતગણતરી કેન્દ્રોમાં તથા આસપાસના વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

લોકસભાની મતગણતરી હાથ ધરાઇ તેમાં પ્રારંભ રાજકોટ બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારીયા, અમરેલીમાં ભાજપના નારણભાઇ કાછડીયા,, સુરેન્દ્રનગરમાં ડો. મહેન્દ્ર મુંજપરા, કચ્છમાં વિનોદ ચાવડા, ભાવનગરમાં ભારતીબેન શ્યાળ, જુનાગઢમાં રાજેશભાઇ ચુડાસમા, જામનગરમાં પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે.

મતગણતરીના પ્રારંભે અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી અને જુનાગઢ બેઠક ઉપર કોંગ્રેસના પૂંજાભાઇ વંશ પણ આગળ રહ્યા બાદ તેઓ પણ પાછળ રહ્યા હતાં.

જયારે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ માણાવદર બેઠક ઉપર જવાહરભાઇ ચાવડા, જામનગર ગ્રામ્ય વિધાનસભામાં રાધવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રામાં ભાજપના પરસોતમભાઇ સાબરીયા આગળ ચાલી રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળને ૧૩૬રર મતો પ્રાપ્ત થયા હતાં જયારે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલને ૬૭૮રની સરસાઇ ધરાવે છે.

કાટેકી ટકકર હોવાનું રાજકીય અનુમાનો બંધાયા છે ત્યારે બંને પક્ષોના કાર્યકરોમાં ં જીતની આશા દેખાઇ આવી

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ રાજયની ૨૬ લોકસભા બેઠકની ચૂંટણી સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊઝા, જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ લોકસભાની સીટો સાથે વિધાનસભાની ૪ સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે.

ભાવનગરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને ૨૬૬૯૯ અને કોંગ્રેસને ૧૩૧૫૧ મતો મળતા ભાજપના ઉમેદવાર ૧૩૫૩૮ મતે આગળ છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી લોકસભા બેઠકની એક માસ પૂર્વે યોજાયેલ ચુંટણી મત ગણતરીનો આજે સવારે આઠ વાગે કોલેજમાં પ્રારંભ થતા લોકોના ટોળા એકઠા થયા પામ્યા હતા અને તંત્ર દ્વારા જરૂરી પગલા લેતા આયોજ  ન ધડાયું છે

અમરેલી લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં અમરેલી,લાઠી,ધારી સાવરકુંડલા, રાજુલા તથા ભાવનગર જિલ્લાના મહુવા અને ગારીયાધારનો સમાવેશ થાય છે. આ વિસ્તારના કુલ સ્ત્રી તથા પુરૂષ અન્ય મળી ૯,૦૭,૫૫૪ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

આજ સવારના આઠ કલાકે કોલેજમાં વિધાન સભા વિસ્તાર દીઠ ૧૪ જેટલા ટેળાઓ ગોઠવી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે તંત્ર દ્વારા કાયણે વ્યવસ્થા અને કડક પગલા લઇ અમુક વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કોલેજની બહાર પરિણામો જાણવા લોકોના ટોળે-ટોળા એકઠા થયા છે  આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયા સામે કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી વચ્ચે જંગ છે.

(10:56 am IST)