Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરમાં અનીલ મેરની ગેંગના ૮ શખ્સો હથિયારો સાથે ઝડપાયા

જામનગર તા ૨૩  :  પોલીસ અધિક્ષકશ્રી હરદ સિંઘલની આપેલ સુચનાના આધારે એલ.સી.બી. પોલીસ ટીમના પી.એસ.આઇ. શ્રી કે.કે. ગોહીલ તથા શ્રી આર.બી. ગોજીયા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન કનસુમરા સાંઢીયા પુલ પાસે આવતા એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા તથા પ્રતાપભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલાને બાતમી મળેલ કે, અગાઉ ખુન, ખુનની કોશિષ, લુંટ, ચોરીઓ, ગે.કા. હથિયારો રાખવા જેવા ગુન્હામાં પકડાયેલ અનિલ મેર નામના ઇસમએ એક ગેંગ બનાવેલ છે, અને આ ગેંગના માણસો તેઓની સાથે લોખંડના પાઇપ, લોખંડની છરી, તલવાર, જેાવા જીવલેણ શથીયારો સાથે સ્વીફટ કાર નંબર જીજે-૧૦સીજી ૩૨૫૦ તથા અન્ય વાશહનો રાખી કનસુમરા ના પાટીયા આગળ આ ગેંગના માણસો એકઠા થઇ રોડ ઉપર પસાર થતા માણસોને રોકી મારી ત્યાં ધાડ પાડવાની તૈયારી કરે છે. તેવી બાતમી મળતા તુરત ત્યાં રેઇડ કરતા નીચે મુજબના કુલ આઠ સઇમોને ઘાતક જીવલેણ હથિયારો સાથે મળી આવેલ, જેના વિરૂધ્ધ પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહીલ એ કાર્યવાહી કરેલ છે.

  અનીલ જગદીશભાઇ થાપલીયા, રહે. બ્લોક નંબર-૭૫, રૂમ નંબર-૯, આવાસ અંધાશ્રમ ફાટક સામે, નઇમ શબીરભાઇ રાઠોડ, રહે. ગુજરાતી વાડ, મોટા ફળીયામાં, મહમદ કરીમભાઇ પંજા, રહે.

(10:09 am IST)