Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઉનાની પડાપાદર સીમમાં ગેરકાયદે પથ્થરની ખાણ ઉપર દરોડોઃ લાઈમ સ્ટોન ચકરડી સહિત ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત

ઉના, તા. ૨૩ :. પોલીસે પડાપાદર સીમમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ પકડી પાડી ૩૧૪૦૦ મેટ્રીક ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ચકરડી-૩, જનરેટર મશીન સહિત ૧૬ લાખ ૫૬ હજારના મુદ્દામાલ સાથે ૧ આરોપીને પકડી પાડયો હતો. બીજો આરોપી ફરાર થઈ ગયેલ છે.

ઉનાના પોલીસ ઈન્સ્પેકટર દિલીપસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. એમ.આઈ. શેખ તથા સ્ટાફે પડાપાદર ગામની સીમમાં ખાનગી માલિકીની જમીનમાં કોઈપણ લીઝ મંજુર કરાવ્યા વગર પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું જનરેટર તથા ચકરડી વતી ખોદકામ કરતા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ છેલણા રે. કાંધીવાળાને પકડી પાડી સ્થળ ઉપર ૩ ચકરડી, એક જનરેટર મશીન તથા ૩૧૪૦૦ મેટ્રીક ટન પથ્થરો મળી કુલ રૂ. ૧૬ લાખ ૫૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.

રેડ દરમિયાન બીજો આરોપી કનકસિંહ જશાભાઈ રે. પડાપાદર તા. ગીરગઢડાવાળો હાજર નહી મળી આવતા તેને પકડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગેરકાયદેસર ખનીજનું ખનન કરી ખનીજ ચોરો ઉપર ધોંસ બોલાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.(૨-૨)

 

(9:26 am IST)