Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાપરનાં સઇ ગામની સીમમાંથી રૂ. ૧૦.પ૦ લાખનો દારૂ ઝડપાયો

 જૂનાગઢ તા. ર૩ :... કચ્છ પુર્વના એસ. પી. શ્રી ભાવના પટેલની સુચના થી રાપરના પી.આઇ. આર. એલ. રાઠોડ તથા સ્ટાફે મળેલ બાતમીના આધારે સઇ ગામની સીમમાં એક ઓરડીમાં અજીતસિંહ ગેમરસિંહ જાડેજાના ભોગવટાની દેશ નળીયાવાળી ઓરડી તાળુ મારી રાખેલ જુદી જુદી બ્રાન્ડની ૭પ૦ એમએલની ર૯૩૩ બોટલ (ર૪૪ પેટી) તેમજ ૧૮૦ એમએલની બોટલ નંગ ૪૮ નાની મોટી બોટલ કુલ રૂ. ૧૦,૯પ૦ નો મુદામાલ જાંબાઝ પી.આઇ. રાયધન રાઠોડ અને તેની ટીમે ઝડપી લીધો આ દરમ્યાન હાજર ન મળી આવેલ બુટલેગરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(2:35 pm IST)