Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરેન્દ્રનગરનાં પરનાળાનાં મુકેશ વાણીયાની હત્યાથી ૨ બાળકો પત્નિ નિરાધારઃ પ્રદેશ કોંગ્રેસના નેતાઓની પરિવારને સાંત્વના

 વઢવાણઃ ગુજરાતમાં રાજકોટમાં થયેલ દલિતની હત્યાથી હાહાકાર મચી ગયો છે તો આજ રોજ આ દલિતના વતન સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ મુલાકાત લીધી હતી તે સમયે પિડીત પરીવારજનોને ન્યાય મળે તેવી માંગણીઓ ગ્રામજનોએ કરી હતી. આ સરકારમાં દલિતો અને ગરીબો ઉપર અવાર નવારઙ્ગ અત્યાચારો થતા હોય છે તો સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનો પરીવાર રાજકોટ સાપર વેરાવળ ખાતે મજુરી અર્થ ગયેલ ત્યા સાપર વેરાવળમા રાદડીયા ફેકટરી આગળથી પસાર થતા ત્યા ઉભેલા ફેકટરી ના માણસોએ વાંક વગર મુકેશ વાણીયાને ઢોરમાર મારી મોતને દ્યાટ ઉતારેલ અને મુકેશ વાણીયાના બે બાળકો અને પત્નીને નિરાધાર કરેલ છે. આ બાબતે પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા રાજય સભા પુર્વ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુર્વ મેમ્બર્સ શ્રી રાજુભાઈ પરમાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ આવ્યા હતા અને આ પિડીત પરિવારને સાંત્વના આપી હતી. તે સમયે લોકોની માંગણીઓ એવી હતી કે આ મૃતક મુકેશભાઇ વાણિયાના પરિવારમાં મુકેશભાઇને પત્નીને નોકરી આપવી તેમજ પરનાળા ગામે સરકાર તરફથી પાંચ વિદ્યા જેટલી જમીન મળે તો આવનાર સમયે મુકેશભાઇના જે હાલ નિરાધાર સંતાનો છે તેને સારોએવો અભ્યાસ મળી રહે અને આ જે ગુન્હેગારો છે તેને શખ્તમાં શખ્ત સજા મળે તેવી પરિવાર અને ગામલોકોએ માંગણી કરી હતી. (તસ્વીર.અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(2:34 pm IST)
  • સુરત : લેડી ડોન ભૂરીનો નવો વિડીયો વાઇરલ : વરાછામાં અસ્મિતા ઉર્ફે ભૂરી લેડી ડોનનો ખૌફ : પાનના દુકાનવાળાને ધમકાવતો વિડીયો થયો વાઇરલ : 21મી મેના રોજ બનેલી ઘટના સીટીવીમાં કૈદ : હાથમાં ઘાતક હથિયાર સાથે ફરી ભુરીનો ખૌફ : ભૂરી સાથે બાઇક પર સવાર યુવકે પણ કરી દાદાગીરી access_time 8:34 am IST

  • પુર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દતાત્રયના યુવાન પુત્ર વૈશ્નવનું હૃદયરોગના હુમલાથી અવસાન access_time 2:37 pm IST

  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST