Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તળાજા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સતા જાળવશે કે પછી ભાજપ ફાવી જશે ?

રર જૂને ચૂંટણી : હાલ કોળી સમાજના મહિલા પ્રમુખ છે : કુલ ૧૭ બેઠકો કોળી સમાજની છે : ભાજપ-૯, કોંગ્રેસ-૮ : આગામી પ્રમુખ તરીકે કોંગ્રેસના ગજુભા હોટ ફેવરીટ

ભાવનગર, તા. ર૩ : તળાજા તાલુકા પંચાયત વર્તમાન સમયે કોંગ્રેસ શાસિત છે. ૧૭ બેઠકો કોંગ્રેસ અને ૧પ બેઠકો ભાજપ પાસે છે. કુલ ૩ર બેઠકો છે જેમાં એકલા કોળી સમાજના જ ૧૭ સભ્યો છે. વર્તમાન સમયે કોળી સમાજના મહિલા પ્રમુખ છે. પરંતુ આગામી રર તારીખે સામાન્ય પુરૂષની સીટ હોય કોંગ્રેસમાંથી ગજુભા સરવૈયા માંગણીદાર કોંગ્રેસ શાસિત તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની સમય મર્યાદા આવનાર તા. રર જૂનના રોજ પૂર્ણ થાય છે. ભારે રસા-કસી ભર્યા જંગમાં ગુજરાતમાં ભાજપની સત્તા હોવા છતાં તળાજા તાલુકાની બહુમત જનતાએ કોંગ્રેસ પર કળશ ઢોળ્યો હતો.

બીજી ટર્મના પ્રમુખ પદ માટે તળાજા તા.પં.નું કારણ ગરમાયુ છે. તાલુકાની બહુમત કોળી સમાજની વસ્તીને લઇ કુલ ૩ર બેઠકોમાંથી ૧૭ બેઠકો કોળી સમાજની છે. ચૂંટાઇ આવેલ જેમાં ભાજપ પક્ષમાંથી ૯ અને કોંગ્રેસ પક્ષમાંથી ૮ ચૂંટાઇ આવેલ છે.

પરંતુ આવનાર પ્રમુખપદની ટર્મ માટે રોટેશન પ્રમાણે સામાન્ય પુરૂષ છે. સાથે પ્રથમ ટર્મમાં કોળી જ્ઞાતિની વ્યકિતએ પ્રમુખપદ ભોગવી રહ્યા છે. ત્યારે સામાન્ય પુરૂષની સીટ હોય કોંગ્રેસના આખાબોલા આગેવાન ગજેન્દ્રસિંહ સરવૈયાએ પોતાની પ્રમુખપદની દાવેદારી કરી નાંખી છે.

જોકે કર્ણાટક બાદ તળાજામાં ભાજપ કેટલી હિંમત કરે છે તેના પર મદાર છે. ભૂતકાળમાં ગુપ્ત બેઠકોનો દૌર શરૂ થયેલો તેમ છતાં વર્તમાન સમયે તાલુકા પંચાયતના નવા સુકાની તરીકે સાંખડાસર-૧ બેઠક પરથી જીતેલા ગજુભા સરવૈયા હોટ ફેવરીટ માનવામાં આવે છે. (૮.૭)

(12:09 pm IST)