Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તળાજાના પાવડી ગામના

યુવાનને લગ્નની લાલચે ૧૭ લાખમાં નવડાવ્યો!

મહુવાની યુવતી સહીત ચાર શખ્સો વિરૂધ્ધ રાવ

તળાજા તા.૨૩: તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે પાવડી ગામે રહેતા પંચોળી-આહીર ભરત માધાભાઇ વાળા (ઉ.વ.૩૨)એ નના નકુમ (રે.મોટી જાગધાર),વલ્લભ મયુર કાતરીયા, જશુ વલ્લભ કાતરીયા, રમીલાબેન વલ્લભભાઇ કાતરીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં આરોપ લગાવ્યો છે કે આ કામના આરોપીઓએ લગ્નની લાલચ આપી રમીલાના લગ્ન ભાદ્રોડ મૂકામે ભાવેશ સામત કવાડ સાથે કરેલ હોવા છતા પોતાની સાથે કરાવેલ.

 

આશરે એકાદ માસ રમીલા પાવડી ગામે ફરીયાદીની સાથે રહેલ ત્યારે ગત તા.૨-૩-૧૭ના રોજ લગ્ન કરાવવાના બહાને ચૌદલાખ રોકડા તથા ત્રણ લાખના દાગીના આરોપીઓ લઇ ગયેલ હતા.

આ સપિયા ગામના બળવંતભાઇ  તથા ફરીયાદી સાથે તેમના બાપણ આવ્યા હતા તેમ ફરીયાદીએ જણાવ્યુ છે તળાજા પોલીસે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરવાનો ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે.(૭.૯)

(12:08 pm IST)